Khushboo Patani Video: બોલિવુડ અભિનેત્રી દિશા પટનીની બહેન ખુશ્બુ પટની આ સમયે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોને લઈને ચર્ચામાં છે. ખુશ્બુ પટનીના ઘરની નજીક એક ખંડેરમાંથી એક બાળક મળી આવ્યું હતું. બાળકીને તેમણે ખતરાથી બચાવી એટલું જ નહિ તેની મા સાથે મિલન પણ કરાવ્યું. ખુશ્બુના આ કામના સોશિયલ મીડિયા પર ભારે વખાણ થઈ રહ્યા છે.
ખંડેરમાંથી આવ્યો બાળકીના રડવાનો અવાજ
રવિવારે 20 એપ્રિલની સવારે અભિનેત્રી દિશા પટનીની માને ખંડેરમાંથી એક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. ખુશ્બુ પટની અને મા ખંડેરમાં ગયા તો એક બાળકી રડી રહી હતી અને તેની હાલત ખરાબ હતી. ખુશ્બુએ આ વીડિયો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. કેપ્શનમાં લખ્યું હતું - જાકો રાખે સાઈયા, માર સકે ન કોઈ. મને આશા છે કે અધિકારી તેમનું ધ્યાન રાખશે. આ સાથે તેમણે મેસેજ છોડ્યો હતો કે બાળકીની ઓળખ માટે તસવીરો શેર કરો.
બાળકીનું માતા સાથે મિલન
અભિનેત્રી દિશા પટનીના પિતા જગદીશ પટની બરેલી પોલીસમાંથી નિવૃત્ત થયા છે. તેમનું ઘર જૂની પોલીસ લાઇન પાસે છે. જ્યાં નજીકના એક ખંડેરમાંથી આ બાળક મળી આવ્યું હતું. આ કેસ અંગે માહિતી આપતાં બરેલીના એસએસપી અનુરાગ આર્યએ જણાવ્યું કે જીઆરપી ટીમ અને ચાઇલ્ડ લાઇન ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને બાળકને તેની માતા સાથે મળાવી દીધી છે.
ખુશ્બુએ તેના આગામી વીડિયોમાં જણાવ્યું કે બાળકીનું નામ રાધા છે અને તેને સુરક્ષિત રીતે તેની માતાને સોંપી દેવામાં આવી છે. મહિલા બિહારના મધુબનીની રહેવાસી છે. છોકરીની માતાએ તેમને કહ્યું કે તે બરેલી સ્ટેશન પર ખાવા માટે કંઈક લેવા ગઈ હતી. આ દરમિયાન તેણે છોકરીને સ્ટેશન પર બેઠેલા એક અજાણ્યા વ્યક્તિ પાસે થોડીવાર સાચવવા મુકી. પોલીસનું માનવું છે કે કદાચ જ્યારે મહિલાને આવવામાં મોડું થયું હતું, ત્યારે તે પુરુષે તેને નજીકના ખંડેરમાં છોડી દીધી હશે. મહિલાના તેન બાળક સાથે મિલનથી ખુશ્બુ ખુશ છે. ઉલ્લેખનીય છે કે ખુશ્બુ પટની આર્મીમાં મેજરના પદ પરથી VRS લીધા પછી લગભગ 1 વર્ષથી તેના માતાપિતા સાથે રહે છે.
