Wangchuk Update:દિલ્હી હાઈકોર્ટે વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા આદેશ આપ્યો, પણ આ શરત રજૂ કરી

દિલ્હી હાઈકોર્ટે સોનમ વાંગચુકને સફદરજંગથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી આપી. જોકે, મેડિકલ સલાહ વિના ડિસ્ચાર્જ ન કરવાની શરત મૂકી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 21 Jul 2026 04:22 PM (IST)Updated: Tue, 21 Jul 2026 04:22 PM (IST)
delhi-hc-orders-wangchuks-transfer-to-a-private-hospital-centre-has-no-objection-but-sets-one-condition

Wangchuk Update:સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલી અરજીને લઈ મંગળવારે કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. 


તમામ પક્ષકારોને સુનાવણી બાદ ખંડપીઠે કહ્યું કે અમે વાંગચુકને મેદાંતામાં સ્થળાંતરિક કરવા અંગે સૂચન આપી છીએ. આ અંગે એસજીએ કહ્યું કે જો અરજદારના પતિને મેદાંતામાં શિફ્ટ કરવામાં આવે છે તો સરકારને કોઈ જ વાંધો નહીં હોય. બસ વાત એટલી જ છે કે તેમણે મેડિકલ સલાહ વગર ડિસ્ચાર્જ કરી શકાતા નથી.

 

કોર્ટે કહ્યું કે સફદરજંગ હોસ્પિટલમાં થયેલી સારવારની તમામ માહિતી તાત્કાલિક મેદાંતાને આપવામાં આવશે અને તેને લઈ સારવાર થશે. મેદાંતાના ડાયરેક્ટર ડોક્ટરોની એક પેનલ બનાવવામાં આવશે.

મંગળવારે સુનાવણી દરમિયાન શું થયું છે?

સોનમ વાંગચુકને શિફ્ટ કરવાની માંગ ધરાવતી અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિએ સોનમ તરફથી રજૂ થયેલા સિનિયર એડવોકેટ અખિલ સિબ્બલના અહેવાલનો ઉલ્લેખ કરતાં ડોક્ટરને પૂછ્યું કે યુરિયા અને યુરિક એસિડનું વધી રહેલું લેવલ શું દર્શાવે છે? શું એસિડનું વધી રહેલું લેવલ શરીરમાં કોઈ મુશ્કેલીના સંકેત આપે છે કે નહીં?

ડોક્ટરે જવાબ આપ્યો કે જ્યારે આપણે ગ્લુકોઝ લેતા નથી તો શરીરને ઊર્જા ફેટથી મળે છે. ફેટના તૂટવાને લીધે યુરિનમાં કીટોન બનવા લાગે છે. ઘણા દિવસો સુધી ઉપવાસ અથવા ભૂખ્યા રહેવાથી સરીરમાં આ ફેરફાર સ્વભાવિક છે.

અખિલ સિબ્બલે કોર્ટને માહિતી આપી કે ભૂખ હડતાળ દરમિયાન બે ડોક્ટર સતત તેમની સારવાર અને સલાહ આપી રહ્યા હતા. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલ ASGએ કહ્યું કે TLC અહેવાલમાં ડોક્ટરે તેને ગંભીર ગણાવેલ અને કહ્યું કે તેનાથી વાંગચુકને શોક લાગી શકે છે.

એઈમ્સ તરફથી રજૂ થયેલ ડોક્ટરે કહ્યું કે અહેવાલથી જાણવા મળ્યું છે કે WBC લેવલ ઓછું છે. આ સામાન્ય નથી. જ્યારે ઈમ્યુનિટી ઓછી થાય છે તો WBCનું લેવલ પણ ઓછું થતું જાય છે. હિમોગ્લોબિન, WBC અને પ્લેટલેટ્સ સામાન્ય રેન્જમાં નથી.