Cyclone Arnab:ચક્રવાતી તોફાન 'અર્ણબ'ને લીધે 9 લોકોના મોત, ગૃહપ્રધાન અમિત શાહે આંધ્ર-ઓડિશા સહિત 4 રાજ્યના મુખ્યમંત્રી સાથે કરી વાત

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Oct 2026 02:55 PM (IST)Updated: Thu, 29 Oct 2026 03:05 PM (IST)
cyclone-arnab-claims-9-lives-amit-shah-speaks-to-chief-ministers-of-four-states

Cyclone Arnab:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચક્રવાતી તોફાન 'અર્ણબ' અંગે અપડેટ લીધુ છે. તેમણે આંધ્ર પ્રદેશ, પુડુચેરી, ઓડિશા અને છતીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે અને શક્ય તમામ મદદ આપવાની ખાતરી આપી છે.

ચક્રવાતી તોફાન અર્ણબ બુધવારે 125 કિમીથી 150 કિમી પ્રતી કલાક ઝડપથી આંધ્ર પ્રદેશના તટ વિસ્તારમાંથી પસાર થયું હતું. ત્યારબાદ આંધ્ર પ્રદેશના યાનમ(પુડુચેરી) વચ્ચેના તટ વિસ્તારમાંથી પસાર થયું હતું.

ચક્રવાત અર્ણબની અસર સૌથી વધારે આંધ્ર પ્રદેશમાં જોવા મળી છે. તેમાં આશરે નવ લોકોના મોત થયા છે. આ તોફાને ભારે તબાહી મચાવી છે. હજારો ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે અને માર્ગોને નુકસાન થયુ છે.

અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચીત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટમાં લખ્યું કે ચક્રવાત અર્નબને ધ્યાનમાં રાખી હું આંધ્ર પ્રદેશ, પુડુચેરી, ઓડિશા અને છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે હું તેમને વિશ્વાસ આપું છું કે આ આપદાના સમયમાં લોકોની મુશ્કેલ ઓછી કરવા માટે શક્ય એટલી તમામ મદદ કરવામાં આવશે.

બચાવ અને રાહત કાર્યો અંગે માહિતી આપતા ગૃહપ્રધાન અમિત શાહે લખ્યું કે NDRF અને SDRFની ટીમ કામ કરી રહી છે અને યુદ્ધ લેવલ પર બચાવ અને રાહત કાર્ય થઈ રહ્યા છે. ચક્રવાતી અસરનું આંકલન કરવા કરવા તથા આગળની જરૂરી મદદ કરવાનું નક્કી કરવા માટે ટૂંક સમયમાં IMCT મોકલવામાં આવશે.