ક્રિમી લેયર અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, ફક્ત માતાપિતાના પગાર કે આવકથી અનામતનો વ્યાપ નક્કી નહીં થાય

સુપ્રામ કોર્ટે ફરી એક વખત કહ્યું છે કે જાહેર સેક્ટરના સાહસો અથવા ખાનગી સેક્ટરમાં કાર્યરત માતા-પિતાના પગાર અથવા આવક આપોઆપમાં પછાત વર્ગ (OBC)ના ઉમેદવારોને ક્રીમી લેયરના આધાર પર અનામતથી બહાર કરવાનો માપદંડ હોઈ શકે નહીં.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 07 Nov 2026 08:16 AM (IST)Updated: Sat, 07 Nov 2026 08:35 AM (IST)
creamy-layer-will-not-be-determined-by-parents-salary-or-income-supreme-court

Supreme Court Rule:સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કહ્યું છે કે જાહેર સેક્ટરના સાહસો અથવા ખાનગી સેક્ટરમાં કાર્યરત માતા-પિતાના પગાર અથવા આવક આપોઆપમાં પછાત વર્ગ (OBC)ના ઉમેદવારોને ક્રીમી લેયરના આધાર પર અનામતથી બહાર કરવાનો માપદંડ હોઈ શકે નહીં. માતા-પિતાના પદની સ્થિતિ અને કેટેગરીની કસોટી પર પણ તેને યોગ્ય રીતે માપવામાં આવવા જોઈએ. આ રીતે સર્વોચ્ચ અદાલતે પોતાના 11 માર્ચના નિર્ણયને યથાવત રાખ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે 11 માર્ચ 2026ના રોજ એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ આગળની તારીખ લાગૂ કરવા વિનંતી કરી હતી. કેન્દ્રએ અરજીમાં કહ્યું હતું કે બંધારણના કલમ-142 અંતર્ગત આગળની તારીખથી લાગુ કરવા જાહેર કરવાનો અધિકાર છે. જો આમ નહીં થાય તો એવા કર્મચારીઓ માટે અન્યાયપૂર્ણ હશે કે જે કેસમાં પક્ષકાર સુધી પણ ન હતા.

તેમણે આ લાભ આપવાથી પોતાનામાં કોઈ અન્ય વ્યક્તિની સિનિયોરિટીને અસર નહીં થાય અને અગાઉની પૂરી થઈ ગયેલી પસંદગી પ્રક્રિયા કે નિયુક્તિને કોઈ રીતે અસર થશે નહીં.

આ અંગે એવો ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે કે કર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DOPT)એ 20 ડિસેમ્બર 2016ના પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે સિવિલ સેવા પરીક્ષા,2016 અંતર્ગત પસંદગી આ કોર્ટમાં પેન્ડિંગ અપીલોના નિર્ણયના આધારે થશે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે જે લોકો પોતાને આ પ્રકારની સ્થિતિમાં દર્શાવે છે તેઓ કોઈ કોર્ટ, ન્યાયવ્યવસ્થા અથવા અન્ય સક્ષમ મંચ અથવા પ્રાધિકરણ સમક્ષ પેન્ડિંગ છે તે તેમના દાવા અંગે નિર્ણય લેવા સંબંધિત સંસ્થા અથવા વ્યવસ્થાના ગુણ-દોષના આધાર પર વિચાર કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે બંધારણ અને કોર્ટ દ્વારા નિયત સિદ્ધાંતો પ્રમાણે અનામત તથા ક્રિમી લેયરને લગતા માપદંડો સાથે સંકળાયેલ પોતાની નીતિ તૈયાર કરવા માટે સ્વતંત્ર છે. આ સાથે એમ પણ કહ્યું કે ક્રિમી લેયર નીતિ તૈયાર કરતી વખતે હોદ્દાને લઈ સમકક્ષતા નિર્ધારિત કરવા અથવા સંબંધિત પક્ષકારો સાથે ચર્ચા વિચારણા કરવા માટે સમય મર્યાદા નક્કી કરવા કોર્ટ યોગ્ય માનતી નથી કારણ કે આ વિષય કાર્યવ્યવસ્થા અને ધારાસભાના અધિકાર ક્ષેત્રમાં આવે છે.