Covid-19 News Updates In India: ભારતમાં સક્રિય કોવિડ -19 કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે તેણે છેલ્લા 24 કલાકમાં 3,824 કેસ નોંધ્યા છે, આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે શેર કરાયેલ ડેટામાં જણાવાયું છે. આ 2023માં એક દિવસમાં સૌથી વધુ વધારો છે. હાલ કુલ એક્ટિવ કેસ 18, 389 થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 2,994 કેસ નોંધાયા હતા. કોવિડ-19ની સાથે H3N2ના કેસ પણ વધી રહ્યા છે. હાલ એક્ટિવ કેસ 0.04 % છે, જ્યારે રિકવરી રેટ 98.77% છે.
https://twitter.com/ANI/status/1642386981757030401
છેલ્લા 24 કલાકમાં 4 મોત
દિલ્હી, હરિયાણા, કેરળ અને રાજસ્થાનમાં એક-એક દર્દીના કોવિડ-19ના કારણે મૃત્યુ થયા છે. દરમિયાન, તમિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ હોસ્પિટલોમાં ફેસ માસ્ક ફરજિયાત બનાવ્યા છે. કેન્દ્રએ તેની તાજેતરની એડવાઈઝરીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેસ્ટિંગ અને રસીકરણ વધારવા જણાવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે તમામ ફ્રન્ટલાઈન કામદારો અને સરકારી અને ખાનગી હોસ્પિટલોને "અલર્ટ મોડ" માં મૂકી દીધા છે, ગુરુવારે જારી કરાયેલ એક સત્તાવાર રીલિઝ અનુસાર. રાજ્યમાં તમામ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે, એમ સરકારે જણાવ્યું હતું.