Surgical Strike: કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) હાલ જમ્મુ-કાશ્મીરમાં છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે (Digvijaya Singh) ફરી એકવખત પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરીએ તો આપણે અનેક લોકોને ઠાર કર્યા પરંતુ તે અંગે આજ સુધી પ્રમાણ નથી. એટલું જ નહીં તેમણે અનેક મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે ભાજપે આ અંગે જવાબ આપ્યો છે.
જમ્મુમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું સરકાર અહીંનો કોઈ નિર્ણય નથી લેવા માગતી. અહીં સમસ્યાનું સમાધાન નથી કરવા માગતી. આ સમસ્યા કાયમ રાખવા માગે છે કે જેથી કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મ બનતી રહે અને હિન્દુ-મુસલમાનમાં નફરત ફેલાતું રહે. તેમણે કહ્યું કે પુલવામા જે પૂરી રીતે આતંકનું કેન્દ્ર બની ગયું છે, બહારની ગાડીનું ચેકિંગ થાય છે, ત્યાં એક સ્કોર્પિયો ગાડી ઊંધી દિશામાંથી આવે છે અને તેની તપાસ કેમ ન કરવામાં આવી. તપાસ કરાઈ તેમ છતાં તે અથડાય છે અને આપણાં CRPFના 40 જવાન શહીદ થઈ જાય છે.
પુલવામા હુમલામાં આતંકવાદીઓ પાસે 300 કિલો RDX કયાંથી આવ્યું? દેવેન્દ્રસિંહ DSP આતંકવાદીઓની સાથે પકડવામાં આવ્યો પરંતુ પછી કેમ છોડી દેવામાં આવ્યો? પાકિસ્તાન અને ભારતના વડાપ્રધાનના મૈત્રી સંબંધો પર પણ અમે જાણવા માગીએ છીએ.
વધુ શું કહ્યું દિગ્વિજય સિંહે?
કોંગ્રેસના નેતાએ કહ્યું કે ઘટનાની જાણકારી આજદિવસ સુધી સંસદમાં રજૂ નથી કરાઈ કે ન તો જનતા સામે રાખવામાં આવી છે. સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરીએ તો આપણે આટલા લોકો મારી નાખ્યા પરંતુ પુરાવા કોઈ જ નથી માત્ર ખોટું બોલીને જ રાજ કરી રહ્યાં છે. તેમણે કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું કે સરકારે દેશમાં ભાઈ-ભાઈને અલગ કરવાનું કામ કર્યું છે. અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધી રહી છે. મોંઘવારી અને બેરોજગારી ચરમ પર છે. કેટલાંક વડાપ્રધાન મોદીના ખાસ મિત્રોની આવક વધી છે. તેમણે કહ્યું કે જ્યારથી વેલીમાં ધારા 370 હટી છે ત્યારથી આતંકી ઘટનાઓ વધી છે. રોજ કોઈને કોઈ ઘટના ઘટી રહી છે અને હવે રાજૌરી સુધી ઘટનાઓ વધી છે.
ધર્મ વેચીને લાશો પર કરે છે રાજનીતિ
દિગ્વિજય સિંહે જોરદાર પ્રહાર કરતા કહ્યું કે સનાતન ધર્મ બધાંને પોતાના પરિવાર માને છે. આ લોકો ધર્મ વેચે છે અને મૃતદેહ પર રાજનીતિ કરે છે. વિવેકાનંદજીએ કહ્યું કે દરેક ધર્મ માનવતાનું શિક્ષણ આપે છે, રસ્તા અલગ અલગ હોય છે પરંતુ બધાંનું ગંતવ્ય એક જ છે. હિન્દુ-મુસ્લિમ અને ઈસાઈઓએ મળીને આ દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું. આ લોકોએ બધાંની વચ્ચે નફરતના બીજ રોપ્યા છે. આ તમામ લોકો માટે ભારત જોડો યાત્રા છે.
https://twitter.com/ANI/status/1617439390061703169?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1617439390061703169%7Ctwgr%5E9682836feb6644b13d3bfa8efc2b90816356634a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Findia%2Fcongress-leader-digvijaya-singh-questions-on-surgical-strike-bp-gaurav-bhatia-replied-on-it-2315371
ભાજપે કર્યો પલટવાર
દિગ્વિજય સિંહના નિવેદનને લઈને ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે- કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર છે બિનજવાબદાર નિવેદન આપવાનું. આપણાં સુરક્ષા દળો વિરૂદ્ધ બોલનારા કોઈને પણ દેશ સાંખી નહીં લે. વડાપ્રધાન મોદી પ્રત્યે તેમની નફરતના કારણે રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહમાં હવે દેશભક્તિ જેવું કંઈ રહ્યું નથી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા તો એક બહાનું છે, હકિકતમાં આ લોકો ભારતને તોડવાનું કામ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે જ્યારે આપણી વીર સેના પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને મારે છે તો પાકિસ્તાનને દર્દ થાય છે પરંતુ અહીં પણ કેટલાંક લોકોને દુખાવો ઉપડે છે. કેટલાંક તથ્યો સામે રાખું છું. પુલવામા હુમલા બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નિવેદન આપીને પાકિસ્તાનને ક્લીન ચિટ આપી હતી.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.