Sunita Kejriwal: સુનીતા કેજરીવાલે પૂછ્યું-શું કેજરીવાલે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ, દિલ્હીના CMનો પત્ર સ્ટેજ પરથી વાંચ્યો, જુઓ વીડિયો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 31 Mar 2024 03:11 PM (IST)Updated: Sun, 31 Mar 2024 03:13 PM (IST)
cm-kejriwal-wife-sunita-read-husband-letter-from-delhi-india-mega-rally-ramleela-ground

Sunita Kejriwal: દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે વિપત્રી પાર્ટીઓના નેતા ફરી એક વખત એકજૂટ જોવા મળ્યા. કોંગ્રેસ, શિવસેના (UBT), AAP, NCP(શરદ જૂથ), TMC, CPI-M, સહિત અનેક પાર્ટીઓ આજે જોડાયા હતા.

સૌનું એક જ કહેવું હતું કે આજે લોકતંત્ર જોખમમાં છે અને તેને લોકતંત્રને બચાવવાની જરૂર છે. દરમિયાન CM અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પણ ઉપસ્થિતિ રહી. તેમણે મંચથી તેમના પતિ તરફથી આપવામાં આવેલ સંદેશ વાંચીને લોકોને સંભળાવ્યો હતો.

સુનીતા કેજરીવાલે કહ્યું કે કેજરીવાલ એક સિંહ છે, તેઓ લોકશાહીની લડાઈ લડી રહ્યા છે. કેજરીવાલના પત્નીએ કહ્યું કે CMએ 6 ગેરન્ટી પણ આપી છે અને કહ્યું કે તેને 5 વર્ષમાં પૂરા કરવામાં આવશે. સુનીતાએ કહ્યું કે કેજરીવાલે કહ્યું કે તેઓ દિલ્હીનો તેમનો હક્ક અપાવશે.

તેમણે CMના સંદેશ વાંચી કહ્યું કે જેમાં 6 ગારન્ટી પણ સામેલ છે. આ 6 ગેરન્ટીને આગામી 5 વર્ષમાં પૂરા કરવાની વાત કેજરીવાલે કહ્યું છે. આ 6 ગેરન્ટીમાં સૌને ફ્રી વીજળી, તમામ ઘરને વીજળી તથા સારા શિક્ષણનો સમાવેશ થાય છે.