Kuno National Park: ઓબાન નામનો ચિત્તા કુનો નેશનલ પાર્કમાંથી નીકળીને એક ગામમાં પહોંચ્યો છે. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચિત્તાનું નામ ઓબાન જણાવવામાં આવી રહ્યું છે, જેને સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં જ આ ચિત્તાઓને મોટા બંધમાંથી ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે. તે ચિત્તા જિલ્લાના વિજયપુર તાલુકાના ગોલી પુરા અને ઝાર બરોડા ગામોની નજીકના વિસ્તારમાં છે. ગ્રામજનો તેનાથી બચવા માટે લાકડીઓ લઈને ઉભા હતા. માહિતી મળતા જ વન વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઓબાનની શોધખોળ ચાલુ છે.
આ ચિત્તાઓને પ્રોજેક્ટ ચિતા હેઠળ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ચિત્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર 2022ના રોજ તેમના જન્મદિવસે કુનો નેશનલ પાર્ક ખાતે છોડવામાં આવ્યા હતા. તેઓને બે મહિના માટે ક્વોરેન્ટાઇન કર્યા પછી મોટા બંધમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
https://twitter.com/ANI_MP_CG_RJ/status/1642429366402711552
ખેતરમાં ચિત્તાને જોઈ ગ્રામજનો ડરી ગયા હતા. સલામતી માટે તમામ ગ્રામજનોએ હાથમાં લાકડીઓ લીધી હતી. આ સાથે ચિત્તાના બહાર નીકળવાની માહિતી વન વિભાગને આપવામાં આવી હતી. વન વિભાગ અને પ્રોજેક્ટ ચિત્તા અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે.