CBSEએ 10 અને 12 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરી, 15 ફેબ્રુઆરીથી એક્ઝામ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 29 Dec 2022 09:37 PM (IST)Updated: Thu, 29 Dec 2022 10:09 PM (IST)
cbse-announced-the-date-of-10th-and-12th-board-exam-for-the-year-2023

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ગુરુવારે વર્ષ 2023 માટે ધોરણ 10 અને 12માંની બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. કેન્દ્રીય માધ્મયિક શિક્ષણ બોર્ડ દ્વારા 10 અને 12માં ધોરણના સત્ર 2022-23ની બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. CBSEએ પરીક્ષા નિયંત્રણ સંયમ ભારદ્વાજે જણાવ્યું કે બંને ધોરણના છાત્રોની સુવિધા માટે દરેક પરીક્ષા વચ્ચે પર્યાપ્ત સમય દેવામાં આવ્યો છે.10માંની પરીક્ષા 21 માર્ચ અને 12માંની પરીક્ષા 5 એપ્રિલે ખતમ થશે.

naidunia_image

JEE પરીક્ષાનું રાખવામાં આવ્યું ધ્યાન
બોર્ડે કહ્યું કે 12માં ડેટશીટને બનાવતી વખતે બોર્ડે JEEની પરીક્ષાનું પણ ધ્યાન રાખ્યું છે. તેમણે કહ્યું કે બોર્ડે પહેલાં જ ડેટશીટ જાહેર કરી હતી કે જેથી વિદ્યાર્થીની પાસે પરીક્ષાની તૈયારીનો પર્યાપ્ત સમય રહે. તેમણે કહ્યું કે છાત્રોને હવે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની છે. તો આ પરીક્ષાઓ કુલ ત્રણ કલાકની હશે. પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. CBSEની સત્તાવાર વેબસાઈટ પર જઈને ડેટશીટ ડાઉનલોડ કરી શકો છો.

પ્રાયોગિક પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી થશે આયોજિત
પ્રાયોગિક પરીક્ષાઓ 1 જાન્યુઆરી, 2023નાં રોજ આયોજિત થશે. CBSEએ પોતાની સત્તાવાર વેબસાઈટમાં અલગ અલગ વિષયોને લઈને સેમ્પલ પેપર પણ જાહેર કર્યા છે. સ્ટૂડન્ટ્સ તેની મદદથી પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકશે.

પરીક્ષા કાર્યક્રમઃ
ધોરણ- 10

તારીખ વિષય
15 ફેબ્રુઆરી પેન્ટિંગ
16 ફેબ્રુઆરી રિટેલ/સિક્યોરિટી/ડેટા સાયન્સ
27 ફેબ્રુઆરી અંગ્રેજી
4 માર્ચ વિજ્ઞાન
6 માર્ચ ગૃહ વિજ્ઞાન
9 માર્ચ એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ
11 માર્ચ સંસ્કૃત
13 માર્ચ કોમ્પ્યુટર એપ્લીકેશન
15 માર્ચ સામાજિક વિજ્ઞાન
17 માર્ચ હિન્દી
21 માર્ચ ગણિત

પરીક્ષા કાર્યક્રમઃ
ધોરણ- 1
2

તારીખ વિષય
15 ફેબ્રુઆરી ઉદ્યમિતા
16 ફેબ્રુઆરી બાયોટેક્નોલોજી
20 ફેબ્રુઆરી હિન્દી
21 ફેબ્રુઆરી ડેટા સાયન્સ
22 ફેબ્રુઆરી આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ
24 ફેબ્રુઆરી અંગ્રેજી
25 ફેબ્રુઆરી માર્કેટિંગ
27 ફેબ્રુઆરી મલ્ટીમીડિયા
28 ફેબ્રુઆરી રસાયણ વિજ્ઞાન
2 માર્ચ ભૂગોળ
3 માર્ચ યોગા
6 માર્ચ ભૌતિક વિજ્ઞાન
9 માર્ચ લીગલ સ્ટડીઝ
11 માર્ચ ગણિત
13 માર્ચ શારીરિક શિક્ષણ
16 માર્ચ જીવ વિજ્ઞાન
17 માર્ચ અર્થશાસ્ત્ર
18 માર્ચ પેન્ટિંગ
20 માર્ચ રાજનીતિ વિજ્ઞાન
21 માર્ચ આઈટી
23 માર્ચ કોમ્પ્યુટર સાયન્સ
25 માર્ચ બિઝનેસ સ્ટડીઝ
29 માર્ચ ઈતિહાસ
31 માર્ચ એકાઉન્ટસી
1 એપ્રિલ ગૃહ વિજ્ઞાન
3 એપ્રિલ સમાજ શાસ્ત્ર
4 એપ્રિલ સંસ્કૃત/ઉર્દૂ
5 એપ્રિલ મનોવિજ્ઞાન