BRICS Gala Dinner: PM મોદીના બ્રિક્સ ગાલા ડિનરમાં કેમ ગેરહાજર રહ્યા શી જિનપિંગ? સામે આવ્યું ચોંકાવનારૂં કારણ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગેરહાજરીનું ચોક્કસ કારણ તાત્કાલિક સામે આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ દિવસભરની વ્યસ્તતા બાદ આરામ કરવા માટે પોતાની હોટલ પર પરત ફર્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 13 Sep 2026 10:02 AM (IST)Updated: Sun, 13 Sep 2026 10:08 AM (IST)
brics-dinner-xi-jinping-skips-pm-modi-brics-gala-dinner-delhi
પીએમ મોદી બ્રિક્સ ગાલા ડિનર

BRICS Gala Dinner: ભારતની યજમાની હેઠળ યોજાયેલી 18મી બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન દિલ્હીના ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ 'ગાલા ડિનર' (Gala Dinner) નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ ભવ્ય ભોજન સમારંભમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજર રહ્યા ન હતા. સમાચાર એજન્સી PTI ના અહેવાલ મુજબ, શી જિનપિંગ ઉપરાંત અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ પણ આ ડિનરમાં ગેરહાજર રહ્યા હતા.

ગેરહાજરીનું કારણ શું હતું?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગેરહાજરીનું ચોક્કસ કારણ તાત્કાલિક સામે આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ દિવસભરની વ્યસ્તતા બાદ આરામ કરવા માટે પોતાની હોટલ પર પરત ફર્યા હતા. નોંધનીય છે કે, જિનપિંગ શનિવારે બપોરે દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે બ્રિક્સ સમિટમાં ભાગ લેવાની સાથે વડાપ્રધાન મોદી સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. 7 વર્ષ બાદ ભારતની તેમની આ પ્રથમ મુલાકાત છે. બીજી તરફ, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સમિટના પ્રથમ સત્ર બાદ પોતાના દેશ પરત ફરી ગયા હોવાથી ડિનરમાં સામેલ થઈ શક્યા ન હતા.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતીય નેતાઓ રહ્યા ઉપસ્થિત

આ ભવ્ય ડિનરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અન્ય બ્રિક્સ દેશોના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ અને શિવરાજ સિંહ ચૌહાણ તેમજ લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા સહિતના અગ્રણી નેતાઓ પણ કાર્યક્રમમાં જોડાવા પહોંચ્યા હતા.

મેનૂમાં ભારતીય વાનગીઓનો દબદબો

ભારત મંડપમ ખાતે આયોજિત આ ખાસ ડિનરમાં દેશ-વિદેશના મહાનુભાવો માટે પરંપરાગત અને આધુનિક ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી. મેનૂમાં ખાંડવી મિલ-ફ્યુઇલ, ખુમ્બ ગલૌટી, પનીર લબાબદાર, ગુચ્છી માર્મિક, ગાજર-બીન્સ પોરિયલ અને પૌષ્ટિક બાજરીના પુલાવનો સમાવેશ થતો હતો. જ્યારે ડેઝર્ટ તરીકે જૂની દિલ્હી-સ્ટાઈલ ફ્રૂટ ક્રીમ સાથે જલેબી અને મલબેરી ફિરની પીરસવામાં આવી હતી.