Bihar Violence: બિહારમાં રામ નવમીના દિવસે ભડકેલી હિંસા બીજા દિવસે પણ ચાલુ રહી હતી. શુક્રવારના રોજ સાસારામ અને નાલંદામાં 2 પક્ષો વચ્ચે હિંસા ભડકી હતી. જેના કારણે શનિવારે પણ તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર સાથે વાત કર્યા બાદ રાજ્યમાં વધુ અર્ધલશ્કરી દળો મોકલવાનો નિર્ણય કર્યો છે.
એડીજી જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, બિહારશરીફમાં 8 FIR દાખલ કરવામાં આવી છે જેમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે રોહતાસમાં 2 FIR દાખલ કરીને 18 લોકોની ધરપકડ કરાઈ છે. અફવાઓ ન ફેલાય તે માટે સાસારામ અને બિહારશરીફમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તેમજ સાસારામમાં પોલીસ દળની 8 કંપની જ્યારે બિહારશરીફમાં 10 કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે.
https://twitter.com/bihar_police/status/1642230872039383042
સાસારામમાં મોડી સાંજે એક ઝૂંપડી પાસે બોમ્બ ફાટ્યો હતો. ત્યાંથી એક સ્કૂટી પણ મળી આવી હતી. પટનાથી એફએસએલની ટીમ મોડી રાત્રે તપાસ માટે સાસારામ પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને શહેરોમાં ફ્લેગમાર્ચની સાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પોલીસ મુખ્યાલયથી નજર રાખવામાં આવી રહી છે. સાસારામમાં સ્થિતિ કંટ્રોલમાં છે. એટીએસ સંજય કુમારની પ્રતિનિયુક્તિ નાલંદા કરી દેવામાં આવી છે. એએસપી તેમજ ડીએસપી રેન્કના 7 ઓફિસરોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
https://twitter.com/bihar_police/status/1642244790606602243
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો