OPEN IN APP

રાજસ્થાનમાં સૌથી મોટા લગ્નઃ પાણી પુરવઠા માટે 17 કિલોમીટરની પાઇપલાઇન, 5 લાખ લોકોનું ભોજન, મંત્રી-મુખ્યમંત્રી મહેમાન

By: Manan Vaya   |   Fri 26 May 2023 12:04 PM (IST)
biggest-wedding-in-rajasthan-17-km-pipeline-for-water-supply-food-for-5-lakh-people-minister-chief-minister-as-guest-136630

રાજસ્થાનના જિલ્લા બારામાં એક મોટા લગ્ન થઈ રહ્યા છે. આ લગ્ન એટલી ગ્રાન્ડ સ્ટાઇલમાં થવાના છે કે ગિનિસ બુક ઓફ રેકોર્ડ વાળા પણ તેમાં સામેલ થવાના છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સૌથી મોટા લગ્ન છે. જેમાં 2200 યુગલો લગ્નના બંધનમાં બંધાવાના છે. સીએમ અશોક ગેહલોત સહિત ઘણા મોટા નેતાઓ મુખ્ય અતિથિ છે. ચર્ચા છે કે, આ લગ્ન પાછળ લગભગ 100 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેનો ખર્ચ ઘણા નેતાઓ અને સંગઠનો એકસાથે ઉઠાવી રહ્યા છે.

એક મહિનાથી ચાલી રહી છે તૈયારી, 5 લાખ મહેમાનો સામેલ થશે
આ કાર્યક્રમનું આયોજન સર્વધર્મ નિશુલ્ક લગ્ન સંમેલનના નામે કરવામાં આવી રહ્યું છે. જેમાં પાંચ લાખ લોકો મહેમાન તરીકે આવે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સૌથી મોટા લગ્નની તૈયારીઓ એક મહિનાથી ચાલી રહી છે. આયોજકોનું કહેવું છે કે, શહેરની બહાર ગ્રામ્ય વિસ્તારમાં આશરે એક હજાર વીઘા જમીનમાં એક મહિનાથી કામ ચાલી રહ્યું છે. નાના-મોટા ચાર હજારથી વધુ પંડાલ બનાવવામાં આવ્યા છે. વર-કન્યાના પરિવારો માટે અલગ-અલગ વ્યવસ્થા છે.

8 હજાર સ્વયંસેવકો 5 લાખ કિલો ભોજન બનાવશે
બે હજાર લોકો સાત દિવસથી ભોજન બનાવી રહ્યા છે. છ હજાર લોકોનો અલગ સ્ટાફ બોલાવવામાં આવ્યો છે જેઓ ભોજન અને અન્ય જવાબદારીઓનું ધ્યાન રાખે છે. એક કરોડ લિટર પાણીની વ્યવસ્થા કરવા માટે સમગ્ર વિસ્તારમાં 17 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. ખાવા માટે 800 ક્વિન્ટલ ચણાના લોટની બરફી, 800 ક્વિન્ટલ નુક્તી, 350 ક્વિન્ટલ નમકીન તૈયાર કરવામાં આવ્યું છે.

25 હજાર લોકો એકસાથે જમશે
ભોજન માટે ત્રીસ જેટલા પંડાલ બનાવવામાં આવ્યા છે. સમૂહ લગ્ન સંમેલનનું કામ જોઈ રહેલા મીડિયા ઈન્ચાર્જ મનોજ જૈન આદિનાથે જણાવ્યું કે આખી ટીમ કામમાં લાગેલી છે. અમે એક મહિનાથી મહેનત કરી રહ્યા છીએ. બધું ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી રહ્યું છે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.