Ahmedabad Mumbai Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Mumbai-Ahmedabad Bullet Train Project) પ્રોજેક્ટને લઈ મહત્વની માહિતી સામે આવી છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે મુંબઈના વિખરોલી સ્થિત ટનલ સાઈટ પર ટનલ બોરિંગ મશીન (TBM)ના સૌ પ્રથમ વિશાળ કટરહેડને સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું છે.
આશરે 350 ટન વજન ધરાવતું અને 13.6 મીટરનો વિશાળ વ્યાસ ધરાવતું આ કડરહેડ TBMના મુખ્ય શીલ્ડની પ્રાથમિક એસેમ્બલીના અંતિમ તબક્કાનો ભાગ છે. હવે આ મશીનનો ઉપયોગ હાઈ-સ્પીડ રેલ કૉરિડોરના જમીનની અંદરના ભાગમાં નિર્માણ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.
અધિકારીઓનુ કહેવું છે કે આ પ્રોજેક્ટ માટે 3000 ટનથી વધારે વજન ધરાવતા બે વિશાળ TBM મશીનન તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મશીન મુંબઈ સુરંગના 21 કિમી લાંબા ભાગમાંથી આશરે 16 કિમી જેટલા ભાગનું નિર્માણ કરશે.
સમુદ્રના પેટાળમાં 7 કિમી લાંબી સુરંગ તૈયાર કરાશે
આ સુરંગ પ્રોજેક્ટમાં 7 કિમી લાંબી સમુદ્રની અંદરના ભાગનો પણ સમાવેશ થાય છે, જે થાણે ક્રીકની નીચે તૈયાર કરવામાં આવશે. આ ભારતની સૌ પ્રથમ સમુદ્રની નીચે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ઉપયોગ કરવામાં આવી રહેલા TBM મશીન રેલવે સુરંગનું નિર્માણ કરવા માટે દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું મશીન હોવાનું માનવામાં આવે છે.
અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે કટરહેડ
13.6 મીટરનું આ કટરહેડ એક જ સુરંગમાં બુલેટ ટ્રેનની અપ એન્ડ ડાઉન બન્ને લાઈનોનું મેનેજમેન્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
સુરક્ષાના નિર્માણથી સજ્જ
ટનલ નિર્માણ સમયે આજુબાજુની ઈમારતો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અનેક આધુનિક મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. સરફેસ સેટલમેન્ટ પોઇન્ટ, ઓપ્ટિકલ ડિસપ્લેસમેન્ટ સેન્સર, 3D રિફ્લેક્ટ ટાર્ગેટ અને સ્ટ્રેન ગેજેસ સામેલ છે.
આ ઉપરાંત કંપની તથા ભૂકંપ સંબંધિત ગતિવિધિની દેખરેખ માટે સિસ્મોગ્રાફ પણ લગાવવામાં આવ્યા છે. જેથી જમીનની અંદર કોઈ જોખમ હોય તો તેના પર નજર રાખી શકાય.
