Shibu Soren Death News: ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક સંરક્ષક અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું ગઈકાલે દિલ્હીની એક હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. શિબુ સોરેન 19 જૂનથી નેફ્રોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. ની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ડૉ. ભલ્લાએ જણાવ્યું હતું કે, શિબુ સોરેનને સવારે 8.56 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમના સ્થાપક સંરક્ષક શિબુ સોરેનને રાંચીમાં તેમના નિવાસસ્થાને લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમનું 4 ઓગસ્ટના રોજ લાંબી બીમારી બાદ દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે તેમના વતન ગામ નિમરામાં કરવામાં આવશે.
વતન નેમરામાં અંતિમ સંસ્કાર કરાશે
આ દરમિયાન, એક અધિકારીએ જણાવ્યું હતું કે, શિબુ સોરેનના અંતિમ સંસ્કારની તૈયારીઓ રામગઢ જિલ્લાના તેમના વતન ગામ નેમરામાં ચાલી રહી છે. દરમિયાન, ફેડરેશન ઓફ ઝારખંડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે શિબુ સોરેનના માનમાં તમામ દુકાનો અને સંસ્થાઓના માલિકોને મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી તેમના પરિસર બંધ રાખવા વિનંતી કરી છે.
શિબુ સોરેનના આજે અંતિમ સંસ્કાર
JMM સૂત્રોના જણાવ્યા અનુસાર, શિબુ સોરેનના પાર્થિવ શરીરને મંગળવારે રામગઢ જિલ્લાના તેમના વતન ગામ નેમરા લઈ જવામાં આવશે, જ્યાં તેમના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સોરેનના પરિવારમાં તેમની પત્ની રૂપી સોરેન, તેમના પુત્રો મુખ્યમંત્રી હેમંત સોરેન અને બસંત સોરેન સહિત પરિવારના અન્ય સભ્યો છે.
