Dhirendra Shastri Y-category Security Cover: હાલ દેશમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી હિંદુ રાષ્ટ્રની માગને લઈને ચર્ચામાં છે. તેમના લાખો ભક્તો અને શાનદાર ફેન ફોલોઈંગ છે. તેમની કથાઓમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે. ત્યારે હવે તેમની સુરક્ષાને જોતા કેન્દ્ર સરકાર તરફથી તેમણે Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
હાલ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સાધુ-સંતો બાબાને આવકારવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદમાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં ભાગ લીધા બાદ તેઓ સુરત પહોંચ્યા હતા, જ્યાં તેમનું આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાના બે દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરાયું છે.
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આશ્રમ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલું છે. જ્યાં બાગેશ્વર બાલાજીનું મંદિર આવેલું છે. મંદિરની પાસે જ આ સામુદાયિક ભવન છે, જ્યાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રહે છે. હાલમાં જ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની પોપ્યુલારિટી જોતા ડાયરેક્ટર વિનોદ તિવારીએ તેમની કહાની પર ફિલ્મ બનાવવાનું પણ નક્કી કર્યું છે. આ ફિલ્મની જાહેરાત થઈ ચૂકી છે. આ ફિલ્મનું નામ 'ધ બાગેશ્વર સરકાર' હશે.
કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી Y કેટેગરીની સુરક્ષામાં એક કે બે કમાન્ડો સહિત CRPFના 8 પોલીસ ઓફિસર હોય છે. Y કેટેગરીની સુરક્ષા મેળવનાર વ્યક્તિની આસપાસ આ ઓફિસર્સનો ઘેરો હોય છે. તેમની સાથે ઇન્સ્પેક્ટર રેન્કના 2 પીએસઓ હોય છે. ગૃહ વિભાગ દ્વારા આ પ્રકારની સુરક્ષા વિશેષ લોકોને આપવામાં આવે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો