Cheetah Cube Dies: મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્ક (Kuno National Park)માં બે દિવસ બાદ વધુ એક દુઃખદ અહેવાલ સામે આવ્યા છે. અહીં ગુરુવારે માદા ચીત્તા જ્વાલાના બીજા બચ્ચાનું પણ મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 24મી માર્ચના રોજ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. આ પૈકી એક બચ્ચાનું મોત બે દિવસ અગાઉ એટલે કે 23મી મેના રોજ થયું હતું, જ્યારે હવે અન્ય એક બચ્ચાનું મોત થયું છે.
બચ્ચાનું આજે મોત થયું છે તેકૂનો પાર્ક મેનેજમેન્ટની દેખરેખ હેઠળ આગ ઝરતી ગરમી વચ્ચે નબળી સ્થિતિમાં જોવા મળ્યું હતું. આ અગાઉ જે બચ્ચાનું મોત થયું હતું તે પણ નબળુ જોવા મળ્યું અને સારવાર સમયે તેનું પણ મોત થયું હતુ.
અત્યાર સુધીમાં 3 ચીત્તા અને 2 બચ્ચાના મોત થઈ ચુક્યા છે
માદા ચીત્તા સિયાયા (ભારતીય નામ જ્વાલા) નામીબિયાથી લાવવામાં આવી છે. આ અગાઉ કૂનો પાર્કમાં ત્રણ ચીત્તાના મોત થયા હતા. બે બચ્ચાના મોત થયા તે અગાઉ નામીબિયાથી લાવવામાં આવેલ સાશા, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ ઉદય અને દક્ષાનું મોત થઈ ચુક્યું છે. હવે કૂનો પાર્કમાં 17 ચીત્તા અને 2 બચ્ચા જ બચ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ચીત્તા પ્રોજેક્ટ માટે નામીબિયાથી 8 અને દક્ષિણ આફ્રિકાથી 12 ચીત્તાને લાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ બચ્ચાના મોત થઈ ચુક્યા છે. આ અગાઉ નામીબિયાથી લાવવામાં આવેલા એક ચીત્તાનું મોત થયું હતું. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાથી આવેલા એક ચીત્તાનું મોત થયું હતું. ત્યારપછીના બે મહિનામાં જ ત્રીજા ચીત્તાનું મોત થયું. હવે તેમના બચ્ચાના મોત થઈ રહ્યા છે. કૂનો નેશનલ પાર્કમાં અત્યારે 17 મોટા ચીત્તા રહેલા છે.