Cyclone Arnav: બંગાળની ખાડીમાં સર્જાયેલ હવાના નીચા દબાણનું ક્ષેત્ર સતત મજબૂત થઈ રહ્યું છે અને ચક્રવાતી તોફાનમાં તબદિલ થવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ(IMD)એ શનિવારે સાંજે માહિતી આપી હતી કે 27 ઓક્ટોબર સુધીમાં આ ચક્રવાતી તોફાનમાં તબદિલ થઈ જશે. તે સાથે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, છત્તીસગઢ અને કેરળ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
સિસ્ટમ ક્યારે ચક્રવાતી તોફાનમાં તબદિલ થશે
હવામાન વિભાગની માહિતી પ્રમાણે ઓછા દબાણ ધરાવતા ક્ષેત્ર પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધવા અને 26 ઓક્ટોબરના સવાર સુધીમાં બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેની સાથે જોડાયેલા પશ્ચિમ-મધ્ય ભાગ ઉપર ચક્રવાતી તોફાનમાં તબદિલ થાય તેવી શક્યતા છે. IMDની માહિતી પ્રમાણે ત્યારબાદ 27 ઓક્ટોબરની સવાર સુધીમાં તે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે. તેને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવા અને વધારે તીવ્ર થવા સાથે ગંભીર ચક્રવાતી તોફાનમાં તબદિલ થઈ શકે છે.
ક્યારે તટ વિસ્તારને અથડાશે ચક્રવાતી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે તોફાનના 28 ઓક્ટોબરની સવાર સુધીમાં આંધ્ર પ્રદેશના તટ વિસ્તાર પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવો અંદાજ છે. તેના 28 ઓક્ટોબરે પૂર્વી બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશ તથા યાનમ તટ પર વધુ ગંભીર ચક્રવાતી તોફાન સ્વરૂપમાં પાર કરે તેવી શકયતા છે.
પવનની ગતિ 150 કિમી/કલાક સુધી પહોંચી શકે છે
વિભાગના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન મહત્તમ સતત પવનની ગતિ 125 થી 150 કિમી/કલાક હોઈ શકે છે, જેમાં 160 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલમાં બંગાળની ખાડીમાં પવનની ગતિ ૬૦ કિમી/કલાકની આસપાસ છે.
