PM મોદી પર ખડગેની ટિપ્પણીને લઈને અમિત શાહનો પલટવાર, કહ્યું- 'ચૂંટણીઓમાં હારથી હતાશ કોંગ્રેસ પાસે માત્ર ગાળાગાળીની રાજનીતિ જ બચી'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના પિતા વિશે કરેલી ટિપ્પણી પર અમિત શાહે પલટવાર કર્યો છે. શાહે કહ્યું કે ચૂંટણીમાં હારથી હતાશ કોંગ્રેસ વારંવાર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Oct 2026 10:11 PM (IST)Updated: Sun, 25 Oct 2026 10:11 PM (IST)
amit-shah-slams-mallikarjun-kharge-over-pm-modis-father-remarks

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે પટનામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના સ્વર્ગીય પિતા વિશે અણછાજતી ટિપ્પણી કરી હતી. જેને પગલે હવે ભાજપ કોંગ્રેસ અને પાર્ટીના અધ્યક્ષ ખડગે પર રીતસરનું વિફર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર વડાપ્રધાન મોદી અને તેમના પરિવાર વિશે વારંવાર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બિહારના એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે વડાપ્રધાનના પિતા વિશે અપમાનજનક ટિપ્પણી કરીને મર્યાદાની તમામ હદો પાર કરી દીધી છે.

આજનું રાશિફળ (26 ઓક્ટોબર 2026): મકર રાશિના જાતકોને કોર્ટ કેસમાં વિજયના સંકેત, જાણો આજે કોને નડશે ગ્રહોની ચાલ?

આ પ્રથમ વખત નથી, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી કે તેમના પરિવાર વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ક્યારેક તેમણે વડાપ્રધાનની પૂજનીય માતા વિશે વાંધાજનક શબ્દો વાપર્યા, તો ક્યારેક વડાપ્રધાનને મોતના સોદાગર કહ્યા, તો ક્યારેક તેમને 'ચાય વાલા' (ચા વાળો) કહીને તેમની ગરીબીની મજાક ઉડાવી હતી.

ગૃહમંત્રીએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સતત મર્યાદાઓ ઓળંગી રહી છે. કોંગ્રેસ નેતાઓના આવા વ્યવહાર પાછળ છેલ્લા 12 વર્ષોમાં ચૂંટણીઓમાં સતત મળી રહેલી હારના કારણે ઉદ્દભવેલી હતાશા જવાબદાર છે.

આ સાથે જ અમિત શાહે દાવો કર્યો કે, હવે કોંગ્રેસ પાસે કોઈ નીતિ કે કોઈ મુદ્દા જ નથી રહ્યા. આથી તે ગાળાગાળી વાળી રાજનીતિ પર ઉતરી આવી છે. જનતા તો છોડો, કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પણ પાર્ટી પોતાની પકડ ગુમાવી રહી છે. જ્યારે-જ્યારે તેમણે નરેન્દ્ર મોદી કે તેમના પરિવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે, ત્યારે જનતાએ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિને પણ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આજે પટનામાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જનન ખડગે દ્વારા વડાપ્રદાન મોદી વિશે વાંધાજકન શબ્દોનો પ્રયોગ કર્યો હતો. રાજકીય વિરોધની પણ એક ગરિમા હોય છે, પરંતુ જાહેર મંચ પરથી સ્વર્ગસ્થ પરિવારજનોને ભાષણોમાં લઈ આવવા હવે રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષના અસલી સંસ્કાર બની ગયા છે.