Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં અલ્મોડા જિલ્લાના સૈલાપાણી નજીક એક બસ અચાનક બેકાબૂ થઈને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યારબાદ એક ઈજાગ્રસ્ત મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. બસ રામનગર તરફ જઈ રહી હતી ત્યારે આ કરુણ ઘટના ઘટી હતી.
ઊંડી ખાઈમાં બસ પડતાં 7 લોકોના મોત
બસ સવારે સાડા છ વાગ્યે નોબાડાથી રવાના થઈ હતી અને સવારે આઠ વાગ્યાની આસપાસ સૈલાપાણી બેન્ડ પાસે અકસ્માતનો શિકાર બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સૈલાપાણી પાસે બસ અચાનક બેકાબૂ થઈને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ બસ રામનગરના મોહમ્મદ અલ્તાફની હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બસના ચાલક અને કંડક્ટર સુરક્ષિત છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ, પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પણ રાહત અને બચાવ કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ખાઈની ઊંડાઈ વધુ હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં યુદ્ધના ધોરણે બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ઈજાગ્રસ્તોની સારવાર અને તપાસ
ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને વધુ સારી સારવાર માટે હાયર મેડિકલ સેન્ટર રિફર કરવામાં આવ્યા છે. પ્રશાસને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રસ્તાની સ્થિતિ અથવા ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રશાસને આ ઘટના પર ઊંડું દુઃખ વ્ય
