Vande Bharatam:દેશના ખૂણે-ખૂણેથી'વંદે ભારતમ્'ને મળ્યો શાનદાર પ્રતિસાદ, 26 હજારથી વધુ અરજી પૈકી પ્રથમ જૂથની પસંદગી થઈ

Vande Bharatam, Gautam Adani:Adani Groupના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘વંદે ભારતમ્’ પહેલ હેઠળ શ્રેષ્ઠ નવતર વિચારકો અને નવા બિઝનેસ શરૂ કરનારા શ્રેષ્ઠ લોકોને પસંદ કરવામાં આવ્યા છે. દેશભરમાંથી મળેલી 26000 થી વધુ અરજીમાંથી પ્રથમ જૂથની પસંદગી કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 10 Aug 2026 09:24 PM (IST)Updated: Mon, 10 Aug 2026 09:24 PM (IST)
adani-group-chariman-gautam-adanis-vande-bharatam-initiative-selects-first-cohort-from-over-26000-pan-india-applicants

Vande Bharatam,Gautam Adani:Adani Groupના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘વંદે ભારતમ્’ પહેલ હેઠળ શ્રેષ્ઠ નવતર વિચારકો અને નવા બિઝનેસ શરૂ કરનારા શ્રેષ્ઠ લોકોને પસંદ કરવામાં આવ્યા છે. દેશભરમાંથી મળેલી 26000 થી વધુ અરજીમાંથી પ્રથમ જૂથની પસંદગી કરવામાં આવી છે.

‘વંદે ભારતમ’ પહેલ માટે દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી અરજીઓ આવી છે. જેમાં ખેતી, આરોગ્ય, શિક્ષણ, ટેક્નોલોજી, ઉત્પાદન, સંરક્ષણ અને પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોના અનોખા વિચારો સામે આવ્યા છે. અલગ-અલગ વિસ્તારો અને પૃષ્ઠભૂમિમાંથી આવેલા આ નવતર વિચારકો દેશની સમસ્યાઓ ઉકેલવા, દેશના વિકાસમાં ફાળો આપવા અને સકારાત્મક બદલાવ લાવવાના એક સરખા લક્ષ્ય સાથે એકસાથે આવ્યા છે.

પ્રતિભા કે કૌશલ્ય દરેકમાં હોય છે પછી ભલે ત્યાં તક કે સવલત હોય કે ન હોય. આ જ વિચાર સાથે 'વંદે ભારતમ' શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ હોંશિયાર નવતર વિચારકોને અનુભવી માર્ગદર્શકો, ઉદ્યોગના દિગ્ગજો અને નવી તકો સાથે જોડવાનો છે, જેથી તેમના વિચારો એક સફળ બિઝનેસમાં બદલાઈ શકે. આ પહેલ શ્રી અદાણીની એ ઊંડી ભાવના પર આધારિત છે કે જે દેશે તેમને સપના જોવાની, કશુંક નવું સર્જવાની અને આગળ વધવાની તક આપી છે, તે દેશને કંઈક પાછું આપવું અને અન્ય લોકો માટે પણ પ્રગતિના એ જ રસ્તા ખુલ્લા કરવા.

પ્રથમ ગ્રૂપના લોન્ચિંગ પ્રસંગે ગૌતમ અદાણીએ જણાવ્યું કે,જ્યારે હું આ નવતર વિચારોને જોઉં છું ત્યારે મને આવતીકાલના ભારતનું ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે. પ્રતિભા કે કૌશલ્ય માત્ર મોટા શહેરો પૂરતા મર્યાદિત નથી હોતા, તો પછી તકો પણ શા માટે મર્યાદિત હોવી જોઈએ? મને પૂરી આશા છે કે વર્ષો પછી જ્યારે આપણે આ પહેલા ગ્રૂપ તરફ પાછા વળીને જોઈશું, ત્યારે આમાંથી જ એવા નવતર વિચારકો અને ઉદ્યોગસાહસિકો જોવા મળશે જેમણે ભારતને બદલી નાખનારા વિશાળ સાહસો ઊભા કર્યા હશે. આ તેમની સફળતાની શરૂઆત છે અને 'વંદે ભારતમ'નું પણ આ પ્રથમ ચરણ છે.

મલ્ટી-સ્ટેજ એવલ્યુએશન પ્રક્રિયામાંથી પસાર થઈને પસંદ થયેલું આ પ્રથમ ગ્રૂપ 'વંદે ભારતમ ઇમર્સિવ વીક'માં ભાગ લેશે. આ અઠવાડિયા દરમિયાન તેમને અનુભવી માર્ગદર્શકો, બિઝનેસ લીડર્સ અને નિષ્ણાતો સાથે ચર્ચા-વિચારણા કરવાનો તથા માર્ગદર્શન મેળવવાનો મોકો મળશે સાથે જ મૂલ્યાંકનના આગળના રાઉન્ડ પણ યોજાશે. આ કાર્યક્રમ ૧૪ ઓગસ્ટે યોજાનાર 'વંદે ભારતમ ગ્રાન્ડ ફિનાલે' સાથે પૂર્ણ થશે, જ્યાં શ્રેષ્ઠ નવતર વિચારકોનું સન્માન કરીને તેમને 'વંદે ભારતમ ટ્રોફી' એનાયત કરવામાં આવશે."

‘વંદે ભારતમ' માત્ર એક સ્પર્ધા નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. તેનો લાંબા ગાળાનો હેતુ એક એવું રાષ્ટ્રીય મંચ તૈયાર કરવાનો છે, જે નવા વિચારોને શરૂઆતથી જ ઓળખી લે. સાથે જ, ભારતના મુખ્ય ઉદ્યોગ મથકો સિવાયના નાના શહેરો કે વિસ્તારોના નવતર વિચારકોને પણ એવા લોકો અને સંસ્થાઓ સાથે જોડવાનો છે, જે તેમની સફળતાની સફરને વધુ ઝડપી બનાવી શકે.