નવી દિલ્હી.
BRS Rally: ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS)એ આજે મહારાષ્ટ્રના નાંદેડમાં જંગી રેલી કરી હતી. પાર્ટી ચીફ તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંન્દ્રશેખર રાવ (KCR)એ જંગી જનમેદનીને સંબોધન કરતાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા.
આજે જાહેરસભાને સંબોધતા KCRએ કહ્યું કે, "અબકી બાર કિસાન સરકાર"- હવે અમારે રાષ્ટ્રીય સ્તર પર જવાનું છે. એક મોટું પરિવર્તન જોઈએ છે. અનેક લોકો આવે છે અને લાંબા-લાંબા ભાષણ આપીને ચાલ્યા જાય છે. મન કી બાત કરીને ચાલ્યા જાય છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ દેશને વીજળી અને પાણી નથી મળી રહ્યાં. લોકોને પીવા માટે કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. આટલી સરકારો આવી અને ગઈ, આખરે તેમણે શું કર્યું. મહારાષ્ટ્રમાં આટલા ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે, જેનાથી દુ:ખ ખાય છે. દેશમાં માત્ર ભાષણ ચાલી રહ્યું છે, પરંતુ ખેડૂતો પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું.
વધુમાં KCRએ જણાવ્યું કે, મેક ઈન ઈન્ડિયા જૉક બની ગયું છે. ક્યાં ગયો તેમનો મેક ઈન ઈન્ડિયા?- આજે દરેક વસ્તુઓ ચીનથી આવી રહી છે. દરેક ગલીઓમાં ચાઈના બજાર ખુલી ગયા છે. મેક ઈન ઈન્ડિયા છે, તો ચાઈના બજારની જગ્યાએ ભારત બજાર લાગવું જોઈએ. જો તમે ખેડૂત સરકાર, BRS સરકાર બનાવી દેશો, તો બે વર્ષમાં દેશ જગમગ કરવા લાગશે.
KCRએ રેલી પહેલા કહ્યું હતું કે, તેમની સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલી રહેલી કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓથી આકર્ષિત થઈને પડોશી રાજ્યના અનેક ગામ તેલંગાણામાં સામેલ થવા માંગે છે. તાજેતરમાં જ મેં કહ્યું હતું કે, 2024ની સામાન્ય ચૂંટણીમાં BRSનો નારો "અબ કી બાર કિસાન સરકાર" હશે.