Tamil Nadu Governer Push Ups: તમિલનાડુ (Tamilnadu)ના રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ રવિ (Governer Ravindra Narayana Ravi)એ શનિવારે સવારે મદુરાઈના વેલામ્મલ શૈક્ષણિક સંસ્થામાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં 10,000 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પુશ-અપ સ્કીલથી સૌને પ્રભાવિત કર્યાં હતા.
વિદ્યાર્થીઓ સમક્ષ 73 વર્ષીય આરએન રવિએ પુશ-અપ્સનો પડકાર સ્વીકાર્યો તે ઉપરાંત આ ઉંમરે તેમના પર્ફોમન્સથી સૌને ભારે આશ્ચર્યમાં મુકી દીધા હતા.
#WATCH | Tamil Nadu Governor RN Ravi did 51 push-ups at a grand Yoga event organised by Velammal Educational Trust in Madurai, on #InternationalDayofYoga2025. The 73-year-old Governor shared tips on maintaining the correct posture during push-ups.
— ANI (@ANI) June 21, 2025
(Video: Tamil Nadu Raj Bhavan) pic.twitter.com/d4kovH4tSc
રવિન્દ્ર નારાયણ રવિએ સહેલાઈથી સતત 51 પુશ-અપ્સ પૂર્ણ કર્યા, જે યુવા વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ હતું. 73 વર્ષની ઉંમરે ગવર્નરે સાથી ટ્રેનર્સ સાથે મળીને યોગના તમામ આસન સ્ફૂર્તિ સાથે કર્યાં. સોશિયલ મીડિયા પર આ અંગેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
તમિલનાડુના રાજ્યપાલે પુશ-અપ્સ દરમિયાન ટિપ્સ પણ શેર કરી હતી. તેમની ફિટનેસ જોઈને સૌ દંગ રહી ગયા હતા. રાજભવન, તમિલનાડુએ X પર આ જ પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ રવિએ મુખ્ય યોગ પદ્ધતિઓ અને યોગ દિવસના મહત્વ અંગે સમજણ આપી હતી.
