New Year 2026: ધરતી પર નવા વર્ષની ઉજવણી સૌથી પહેલા કયો દેશ કરે છે? આ જગ્યાએ થાય છે સૌથી છેલ્લે સેલિબ્રેશન

31મી ડિસેમ્બરે રાત્રે 12 વાગ્યાની સાથે જ સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ જતી હોય છે. ક્યા દેશોમાં સૌથી પહેલા અને કયા દેશોમાં સૌથી છેલ્લે નવા વર્ષનું સ્વાગત થાય છે. જાણો

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 31 Dec 2025 04:43 PM (IST)Updated: Wed 31 Dec 2025 04:43 PM (IST)
which-is-the-first-and-last-country-in-the-world-to-celebrate-new-year-2026-665519

New Year 2026: 31મી ડિસેમ્બરે રાત્રે 12 વાગ્યાની સાથે જ સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી (New Year Begins First) શરૂ થઈ જતી હોય છે. પરંતુ પૃથ્વીના પરિભ્રમણને કારણે કેટલીક જગ્યાએ સવાર છે, કેટલીક જગ્યાએ બપોર છે અને કેટલીક જગ્યાએ રાત્રિ છે. જેથી નવા વર્ષની ઉજવણી જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે કરવામાં આવે છે.

ન્યુઝીલેન્ડમાં નવું વર્ષ ભારતમાં સાડા 7 કલાક પહેલા આવે છે, જ્યારે અમેરિકામાં સાડા 9 કલાક પછી નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આ રીતે સમગ્ર વિશ્વમાં 19 કલાક બાદ નવા વર્ષની શરૂઆત થઈ જતી હોય છે.

નવા વર્ષની સૌપ્રથમ ઉજવણી કરતા પહેલા દેશો

કિરીબાતી (કિરિટિમાટી ટાપુ), સમોઆ અને ટોંગા નવા વર્ષનું સૌપ્રથમ સ્વાગત કરે છે. ભારતીય સમય અનુસાર આ દેશોમાં નવું વર્ષ 31 ડિસેમ્બરે બપોરે 3.30 વાગ્યે શરૂ થાય છે. વિશ્વમાં સૌપ્રથમ સૂર્ય કિરીબાતી ટાપુઓ પર ઉગે છે. તે પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. આ પછી જાપાન અને દક્ષિણ કોરિયામાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, જે ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે શરૂ થાય છે.

નવા વર્ષની સૌપ્રથમ ઉજવણી કરતા છેલ્લા દેશો

અમેરિકન સમોઆ કે જે અમેરિકન ક્ષેત્રનો વિસ્તાર છે. તેઓ સૌથી છેલ્લે એટલે કે વહેલી સવારે 6 વાગ્યે નવા વર્ષનું સ્વાગત કરે છે. આ ઉપરાંત બેકર અને હાઉલેન્ડ ટાપુઓ નવા વર્ષને આવકારવા માટે છેલ્લા છે, પરંતુ અહીં કોઈ રહેતું નથી.