કેટલીક વસ્તુઓ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગઈ હોય છે, જેમાંનું એક છે ફ્રિજ. કહેવાય છે કે, ફ્રિજ વગર રસોડુ અધૂરું ગણાય છે, કારણકે ફ્રિજમાં રાંધેલી વસ્તુઓને પણ લાંબા સમય સુધી સાચવી શકાય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં તો ફ્રિજ ખૂબજ ઉપયોગી રહે છે, કારણકે ગરમીના દિવસોમાં ખાવા-પીવાની વસ્તુઓ બહુ ઝડપથી બગડવા લાગે છે.
શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે, હજી બે દિવસ પહેલાં જ ફ્રિજને સાફ કર્યું હોવા છતાં તેમાંથી દુર્ગંધ આવવા લાગે? શું તમને આના પાછળનું કારણા ખબર છે? શું આ દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે તમે મોંઘાં-મોંઘાં રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરો છો? આજે અમે તમને જણાવશું કેટલાક સસ્તા અને ટકાઉ ઉપાયો વિશે, જે તમને ફ્રિજમાંથી આવતી દુર્ગંધથી છૂટકારો અપાવશે.
ફ્રિજમાંથી દુર્ગંધ કયાં કારણોથી આવે છે?
ઘણાં કારણોથી ફ્રિજમાંથી દુર્ગંધ આવે છે. જો તમે ફ્રિજમાં રાંધેલી વસ્તુઓને ઢાંક્યા વગર મૂકતા હોવ તો તેનાથી ફ્રિજમાં દુર્ગંધ આવવા લાગે છે. જે આખા ફ્રિજમાં ફેલાવા લાગે છે. કેટલીકવાર ઉતાવળમાં કે ભૂલથી ફ્રિજમાં કોઈ વસ્તુ ઢળે છે, ખાસ કરીને દૂધ કે છાસ જેવી વસ્તુઓ. જેનાથી ફ્રિજ ગંદુ દેખાય છે અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જો ફ્રિજમાં કોઈ પણ વસ્તુ ઢળે તો તરત જ તેને સાફ કરી દેવું જોઈએ. ઘણીવાર આપણે જરૂર કરતાં વધારે ફળ-શાકભાજી ખરીદીને લાવીએ છીએ. જે ધીરે-ધીરે ફ્રિજમાં પણ પાકવા લાગે છે અને બગડવા લાગે છે. જેના કારણે આખા ફ્રિજમાં દુર્ગંધ ફેલાવા લાગે છે.
સંતરું દૂર કરશે દુર્ગંધ
જો તમારા ફ્રિજમાં પણ કોઈ કારણથી દુર્ગંધ આવતી હોય તો, તમે સંતરાના રસનો ઉપયોગ કરી શકો છો. આ માટે સંતરાનો રસ કાઢો અને જ્યારે પણ તમે ફ્રિજની સફાઇ કરો ત્યારે પાણીમાં સંતરાનો થોડો રસ મિક્સ કરો. તેનાથી ફ્રિજમાંથી બધી જ દુર્ગંધ દૂર થશે. જો તમારા ઘરે સંતરું ન હોય તો તેની જગ્યાએ ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો.
કૉફી બીન્સનો ઉપયોગ કરો
શું તમને કૉફીની સુગંધ ખૂબ ગમે છે? કૉફીની સુગંધ એટલી તેજ હોય છે કે, સરળતાથી આખા ઘરમાં ફેલાઈ જાય છે. ચહેરાથી લઈને ઘરની સફાઈ માટે કૉફીનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ફ્રિજમાંથી પણ દુર્ગંધ આવતી હોય તો, તેનાથી છૂટકારો મેળવવા માટે તમે કૉફીનો ઉપયોગ કરી શકો છો. આ માટે કૉફીના તાજા ગ્રાઉન્ડ્સ લો. તેને એક બાઉલ કે બેકિંગ શીટમાં મૂકી ફ્રિજમાં મૂકી દો. કૉફી દૂર કરશે દુર્ગંધ અને ફ્રિજ એકદમ ફ્રેશ બની જશે.
આ વાતોનું પણ ધ્યાન રાખો
ફ્રિજ ગંદુ ન થાય એ માટે તમે ફ્રિજમાં પ્લાસ્ટિક પેપર પાથરી શકો છો. હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ કે, તમે ફ્રિજમાં કઈ સ્ટોર કરો તો તેને સારા ડબ્બામાં જ સ્ટોર કરવું જોઈએ. ફ્રિજમાં વધારે પડતો સામાન ન ભરવો જોઈએ. તેનાથી ફ્રિજ કબાડખાના જેવું તો લાગશે જ, સાથે-સાથે વસ્તુઓ જલદી બગડવા પણ લાગે છે.
હવેથી જ્યારે પણ તમારા ફ્રિજમાં દુર્ગંધ આવે ત્યારે આ હેક્સ અજમાવી શકો છો. આ ટીપ્સ અને ટ્રિક્સ તમારા માટે કેટલી ઉપયોગી રહી એ અંગે અમને કમેન્ટ કરી જણાવવાનું ન ભૂલતા અને આવા જ વધુ આર્ટિકલ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
Image Credit: freepik
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.
