Tourism
હોળી સેલિબ્રેટ કરવા રાજસ્થાનના આ પ્લેસ છે બેસ્ટ, ત્રણ દિવસ એક્સપ્લોર કરો આ પ્લેસ
ટ્રાવેલ ડેસ્કઃ રંગોનો તહેવાર હોળીનું નામ સાંભળી દરેક લોકો ખુશ થઈ જાય છે. આ એક એવો તહેવાર છે જે આખા દેશમાં ઉજવાય છે. મથુરાથી વૃંદાવન, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ખૂબ જ ધૂમધામથી હોળીનું સેલિબ્રેશન થાય છે. હોળી સેલિબ્રેટ કરવા લોકો વૃંદાવન પહોંચવાની સાથએ રાજસ્થાનના ઘણાં શહેરોમાં પણ મોટી સંખ્યામાં લોકો સેલિબ્રેટ કરવા આવે છે. અહીં વિદેશીઓ પણ હોળી રમવા માટે આવે છે. એવામાં જો તમે હોળી સેલિબ્રેટ કરવાનો પ્લાન કરી રહ્યા હોય તો અને તમને રાજસ્થાનના 3 બેસ્ટ પ્લેસ જણાવીએ.
રાજસ્થાનમાં વ્રજ હોળીનું સેલિબ્રેશન
જો તમે વિચારી રહ્યા હોવ કે, વ્રજમાં હોળી માત્ર મથુરા અથવા વૃંદાવનમાં જ ઉજવાય છે તો તમારે એકવાર રાજસ્થાન પણ જવું જોઈએ. રાજસ્થાનના ભરતપુરમાં તમે વ્રજ હોળી ઉજવી શકો છો. ભરતપુરમાં ધૂમધામથી હોળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, લગભગ 18મી સદીથી ભરતપુરમાં હોળી ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે.
પહેલાં દિવસે ભરતપુરમાં લોહાગઢ કિલ્લો, દેગ, ગંગા મંદિર, ભરતપુર પેલેસ જેવા સ્થળ પર ફર્યા પછી બીજા દિવસે અહીં વ્રજ હોળી સેલિબ્રેટ કરી શકો છો. ત્રીજા દિલસે લક્ષ્મણ મંદિર, કેલાદેવ નેશનલ પાર્ક અને જવાહર બુર્જને એક્સપ્લોર કરી શકો છો.
ક્યારે પહોંચવુંઃ 1-4 માર્ચ દરમિયાન વ્રજ હોળી ઉજવાય છે.
ધૂળેટી માટે રાજસ્થાન બેસ્ટ
વિશ્વમાં પિંક સિટીના નામથી ફેમસ જયપુર શહેર હોળી સેલિબ્રેટ કરવા માટે એક બેસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અહીં પણ મથુરાની જેમ દરેક દિવસને ખાસ અંદાજમાં મનાવી શકાય છે. એવામાં જો તમે ધૂળેટીની સાથે લઠમાર હોળી સેલિબ્રેટ કરવા માગો છો તો જયપુર બેસ્ટ છે. ધૂળેટી હોળીમાં અહીં મોટા પાયે રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.
એવામાં એક દિવસ જયપુરમાં ધૂળેટી સેલિબ્રેટ કર્યા પછી બીજા દિવસે તમે હવા મહેલ, સિટી પેલેસ, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, જલ મહેલ, અલ્બર્ટ હોલ મ્યૂઝિયમ જેવા પ્લેસ એક્સપ્લોર કરી શકો છો.
ક્યારે પહોંચવુંઃ ધૂળેટી 7 માર્ચે છે.
ડોલચી હોળી માટે રાજસ્થાન જવું
જે રીતે ભરતપુરમં વ્રજ હોળી ફેમસ છે અને જયપુરમાં ધૂળેટી હોળી એ જ રીતે રાજસ્થાનના બીકાનેરમાં ડોલચી હોળી પણ ખૂબ જ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે, બે સંપ્રદાયો વચ્ચે પાણી ફેંકવા અંગે વિવાદ શરૂ થયો હતો અને ધીમે ધીમે વિવાદ રંગમાં બદલાઈ ગયો છએ. આ વિવાદમાં દર વર્ષે બીકાનેરમાં ડોલચી હોળી ઉજવવાની પ્રથા ચાલું થઈ ગઈ છે.
એવામાં બીકાનેરમાં ડોલચી હોળી સેલિબ્રેટ કર્યા પછી જૂનાગઢનો કિલ્લો, રણી માતા મંદિર, ગજનેર પેલેસ, રામપુરિયા હવેલી અને લાલગઢ પેલેસ જેવા સારા પ્લેસ એક્સપ્લોર પણ કરી શકાય છે.
ભરતપુર, જયપુર અથવા બીકાનેરમાં રહેવા માટેની જગ્યા
ભરતપુરમાં રાજ પેલેરસ, હનુમાન હોટેલ, સ્પોટ ઓન હોટલે, પ્રતાપ પ્લાઝામાં 600થી 700 રૂપિયામાં રોકાઈ શકાય છે.
જયપુરમાં તમે હોટેલ સૂર્ય વિલા, હોટેલ ગ્રાન્ડ અક્ષય, હોટેલ રોશન અને હોટેલ ઓમ ટાવરમાં તમે 500થી 700 રૂપિયામાં રોકાઈ શકો છો.
બીકાનેરમાં તમે શુભમ રેસીજેન્સી, શાંતિ હાઉસ, જમના પેલેસ અને હોટેલ લાલજીમાં 500થી 700 રૂપિયામાં રોકાઈ શકો છો.