Tourism
આ છે ગુજરાતના બેસ્ટ વોટરપાર્ક, વેકેશનમાં પરિવાર સાથે કરો એક્સપ્લોર
ટ્રાવેલ ડેસ્ક, Best Water Parks In Gujarat: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે-ધીમે ગરમી વધતી જઈ રહી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના વેકેશન પણ શરૂ થઈ જશે. ત્યારે મોટાભાગના લોકો પરિવાર સાથે હિલ સ્ટેશન, દરિયા કિનારે અને વોટરપાર્કમાં ફરવા જશે. ત્યારે અમે તમને ગુજરાતના સૌથી બેસ્ટ વોટરપાર્ક વિશે જણાવીએ.
શંકુનો વોટર વર્લ્ડ રિસોર્ટ
અમદાવાદ અને મહેસાણા હાઇવે પર આવેલું શંકુ વોટર વર્લ્ડ રિસોર્ટ ગુજરાતના સૌથી મોટા વોટર પાર્કમાંથી એક છે. આ રિસોર્ટ 75 એકરમાં ફેલાયેલો છે. તેમાં વોટર સ્લાઇડ્સ, વેવ પુલ જેવી રાઇડ છે. આ રિસોર્ટમાં સ્પા, જિમ અને રેસ્ટોરાં પણ છે.
ટિકિટઃ સોમવારથી શનિવાર 1000/- અને રવિવારે 1200/-
સ્પ્લેશ ધ ફન વર્લ્ડ
અમદાવાદમાં આવેલું સ્પ્લેશ ધ ફન વર્લ્ડ પરિવાર અને મિત્રો સાથે ટ્રિપ માટેનું બેસ્ટ પ્લેસ છે. આ વોટર પાર્કમાં વોટર સ્લાઈડ્સ, વેવ પૂલ અને રેઈન ડાન્સ પણ છે.
કિંમત: પુખ્ત- 750 અને બાળકો – 600
અમેઝિયા વોટર પાર્ક
અમેઝિયા વોટર પાર્ક સુરતમાં આવેલો છે.આ વોટર પાર્કમાં પાણીની સ્લાઇડ્સ, પૂલ, એક ગેમિંગ ઝોન આવેલું છે. આ ઉપરાંત અહીં ફૂડ કોર્ટ પણ છે.
કિંમત: પુખ્ત 700 અને બાળકો 500
બ્લિસ એક્વા વોટર પાર્ક
મહેસાણામાં આવેલું બ્લિસ એક્વા વોટર પાર્ક ખૂબ જ લોકપ્રિય છે. જેમાં અલગ-અલગ વોટર સ્લાઇડ્સ અને વેવ પૂલ છે. આ પાર્કમાં રેસ્ટોરાં પણ છે.
કિંમત: સોમવારથી શનિવાર 800/- અને રવિવારે 1000/-
એસ ક્યુબ વોટર પાર્ક
એસ ક્યુબ વોટર પાર્ક બેસ્ટ વોટરપાર્કમાંથી એક છે. અહીં વોટર સ્લાઇડ્સ અને અલગ-અલગ પૂલ છે. આ વોટર પાર્કમાં લોકર અને ફૂડ સ્ટોલની પણ સગવડ છે. યા
કિંમત: 500
સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક
સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક ગાંધીનગરમાં આવેલું છે અને પરિવાર અને મિત્રો સાથે મજા માટેનું બેસ્ટ પ્લેસ છે. અહીં વોટર સ્લાઇડ્સ અને વેવ પૂલ છે. આ પાર્કમાં રેસ્ટોરાં અને ફૂડ સ્ટોલ પણ છે.
કિંમત: 450 (એન્ટ્રી ફી), રૂ. 50 (લોકર અને ટુવાલનું ભાડું), રૂ. 100 (ટ્યુબ ભાડું), રૂ. 80 (પુરુષો માટે પોશાક), રૂ. 100 (મહિલાઓ માટે કોસ્ચ્યુમ)
જલધારા વોટર વર્લ્ડ
જલધારા વોટર વર્લ્ડ મહેસાણામાં આવેલું છે. અહીં વોટર સ્લાઇડ્સ અને વેવ પૂલ છે. આ પાર્કમાં ખાણીપીણીના સ્ટોલ પણ આવેલાં છે.
વૈભવ વોટર વર્લ્ડ
સુરતમાં આવેલું વૈભવ વોટર વર્લ્ડ પરિવાર અને મિત્રો સાથે ફરવાનું બેસ્ટ પ્લેસ છે. આ પાર્કમાં વોટર સ્લાઇડ્સ અને વેવ પૂલ છે. આ પાર્કમાં અનેક ખાણીપીણીના સ્ટોલ છે.
કિંમત: બાળકો માટે 800 અને પુખ્ત વયના લોકો માટે 1000
આજવા ફન વર્લ્ડ
વડોદરામાં આવેલું આજવા ફન વર્લ્ડ ગુજરાતનું સૌથી મોટું અને એશિયામાં સૌથી મોટું વોટર પાર્ક છે. આ પાર્કમાં વિવિધ પ્રકારની વોટર સ્લાઇડ્સ, વેવ પૂલ, અને વર્ચ્યુઅલ રિયાલિટી ગેમિંગ ઝોન પણ છે. ગુજરાતના સૌથી મોટા વોટર પાર્કમાં અનેક સ્ટોલ પણ આવેલા છે.
કિંમત: રૂ. 850 (ફૂડ, વોટર પાર્ક), રૂ. 1350 (ફૂડ, વોટર અને એમ્યુઝમેન્ટ પાર્ક), રૂ. 650 (ફૂડ એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક)