ધર્મ ડેસ્કઃ ભગવાન શ્રીવિષ્ણુનો અવતાર શ્રીરામની લોકો પોતાના આરાધ્ય માનીને પૂજે છે. ભગવાન શ્રીરામનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. જ્યાં ભગવાન શ્રીરામનું વિશાળ રામ મંદિર અત્યારે બની રહ્યું છે. જે આગામી વર્ષે પૂર્ણ થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મંદિરના નિર્માણ પછી આવતા વર્ષે મકરસંક્રાંતિના દિવસે ભગવાન શ્રીરામની ફરી એકવાર સ્થાપના કરવામાં આવશે.
અયોધ્યામાં સ્થિત શ્રીરામ જન્મભૂમિના દર્શન માટે દૂર-દૂરથી લોકો આવે છે. આ મંદિર વિશે દરેક લોકો જાણે છે. પણ, શું તમે જાણો છો કે, ભગવાન શ્રીરામ જન્મભૂમિ ઉપરાંત ભારતમાં ઘણાં એવા મંદિર છે. જ્યાં શ્રીરામ વિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે અમે તમને આ મંદિર વિશે જણાવીએ.
કેરળનું ત્રિપ્રાયર મંદિર
કેરળના ત્રિશૂર જિલ્લામાં ત્રિપ્રાયર મંદિર આવેલું છે. અહીં એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ અહીં મૂર્તિ સ્થાપિત કરી હતી. આ મંદિર કેરળના ચેટ્ટુવા વિસ્તારના એક માછીમારે સ્થાપિત કર્યું હતું. આ પછી શાસક વક્કાયિલ કેમલે અહીં મૂર્તિને ત્રિપ્રાયરમાં સ્થાપિત કરી હતી. એવું કહેવામાં આવે છે કે, અહીં આવતાં ભક્તોને ખરાબ આત્માથી છુટકારો મળે છે.
નાસિકનું કાલારામ મંદિર
મહારાષ્ટ્રના નાસિકના પંચવટીમાં કાલારામ મંદિર સ્થિત છે. અહીં ભગવાન શ્રીરામની 2 ફૂટ લાંબી કાળા રંગની પ્રતિમા સ્થાપિત છે. એવુ કહેવામાં આવે છે કે, વનવાસ વખતે ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં રોકાયા હતાં. મંદિરનું નિર્માણ સરદાર રંગારુ ઓઢેકરે કર્યું હતું. તેમણે એક સપનું જોયું હતું કે, ગોદાવરી નદીમાં શ્રીરામની એક કાળા રંગની મૂર્તિ છે. જે બિજા દિવસે પાણીમાંથી કાઢી મંદિરમાં સ્થાપિત કરી હતી.
તેલંગાણાનું સીતા રામચંદ્રસ્વામી મંદિર
શ્રીરામનું આ મંદિર તેલંગાણાના ભદ્રાદી કોઠાગુડેમના ભદ્રાચલમમાં સ્થિત છે. આ મંદિર ત્યાં સ્થિત છે, જ્યાં ભગવાન શ્રીરામ લંકાથી માતા સીતાને પાછા લાવવા માટે ગોદાવરી નદીને પાર કરી હતી. આ મંદિરમાં ભગવાન રામના ધનુષ અને બાણ સાથે ત્રિભંગા રૂપમાં સ્થાપિત છે.
મધ્યપ્રદેશનું રામ રાજા મંદિર
મધ્યપ્રદેશના ઓરછામાં સ્થિત આ મંદિર એક માત્ર એવું મંદિર છે. જ્યાં ભગવાન શ્રીરામની રાજા તરીકે પૂજા થાય છે. અહીં દરેક દિવસે ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાન શ્રી રામને શસ્ત્ર સલામી આપવામાં આવે છે.
કનક ભવન અયોધ્યા
આ મંદિર શ્રીરામ જન્મભૂમિથી થોડેક દૂર સ્થિત છે. સોનાના આભૂષણ અને સ્વર્ણ સિહાંસન હોવાને લીધે તેને કનક ભવન કહેવામાં આવે છે. આ મંદિરની મુખ્ય દિવાલ પૂર્વ દિશા તરફ છે. જ્યારે પણ સૂર્યોદય થાય છે ત્યારે દીવાલ તેજસ્વી લાગે છે.
અમૃતસરનું શ્રીરામ તીર્થ મંદિર
શ્રીરામનું આ મંદિર પંજાબના અમૃતસરમાં સ્થિત છે. આ મંદિર ત્યાં બનેલું છે જ્યાં માતા સીતાએ લવ કુશને જન્મ આપ્યો હતો.
ચિકમંગલૂરનું કોન્ડાન્ડા રામાસ્વામી મંદિર
ચિકમંગલૂરનું કોન્ડાન્ડા રામાસ્વામી મંદિર ખૂબ જ અનોખું છે. એવી માન્યતા છે કે, હિરામંગલૂરમાં પરશુરામે ભગવાન શ્રીરામને તેમના લગ્નનું દૃશ્ય બતાવવાનો અનુરોધ કર્યો હતો. જેને લીધે કોન્ડાન્ડામાં રમાસ્વામીની મૂર્તિ હિન્દુ વિવાહ સમારોહની પરંપરાઓ અનુસાર સ્થિત છે. આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતા સીતા ભગવાન રામ અને લક્ષ્મણના જમણી બાજુ ઊભા છે.
કર્ણાટકના ચિક્કમંગલૂર જિ
તામિલનાડુંનું રામાસ્વામી મંદિર
આ મંદિરને દક્ષિણ ભારતનું અયોધ્યા કહેવામાં આવે છે. આ એક માત્ર એવું મંદિર છે. જ્યાં ભરત, શત્રુધ્ન સાથે રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિ સ્થાપિત છે.