OPEN IN APP

હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરતાં હોય તો મહારાષ્ટ્રના આ 5 ડેસ્ટિનેશન છે બેસ્ટ, દિલમાં હંમેશા માટે વસી જશે ખાસ ક્ષણ

By: Kishan Prajapati   |   Sat 28 Jan 2023 08:07 PM (IST)
maharashtra-best-honeymoon-place-for-couple-84487

ટ્રાવેલ ડેસ્કઃ ન્યૂલી મેરિડ કપલ હનીમૂન માટે મહારાષ્ટ્રના આ ટૂરિસ્ટ પ્લેસ બેસ્ટ છે. અહીં કપલ શાંતિથી એકબીજા સાથે સમય પસાર કરી શકે છે. ત્યારે અમે તમને આજે મહારાષ્ટ્ર અને તેની આસપાસ આવેલી જગ્યા વિશે જણાવી રહ્યા છીએ. જે તમારી હનિમૂન ટ્રિપને સારી બનાવી શકે છે.

લોનાવાલા પૂણે અને મુંબઈની નજીક છે. અહીં ઘણાં ઝરણાં, પહાડ જોવા મળે છે. આ સાથે જ તે મહારાષ્ટ્રનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે, તે દરિયાની સપાટીથી 624 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. અહીં કપલ્સ માટે સારી સુવિધા છે. અહીં ઘટાદાર જંગલ, ઝરણાં, સરોવર કેટલાય છે. કપલ્સ અહીં ઘણાં એડવેન્ચર્સની પણ મજા લઈ શકે છે. આ સાથે જ પ્રકૃતિના ખોળે શાંતિના પળ પણ માણી શકે છે.

કોલાડ મહારાષ્ટ્રના મહત્ત્વપૂર્ણ સ્થળમાંથી એક છે. આમ તો આ વ્હાઇટ રિવર રાફ્ટિંગ માટે ફેસમ છે. આ સાથે જ અહીં હરિયાળી, ઘાસનું મેદાન, રેપલિંગ સહિતના પ્લેસ આવેલાં છે. આ સાથે અહીં મોનસૂન દરમિયાન પણ વધુ સુંદરતા જોવા મળે છે. અહીં કિલ્લા, બંધ અને ઝરણાંનો નજારો પણ જોઈ શકો છો.

અલીબાગ તેના દરિયા કિનારા માટે ફેમસ છે. આ સાથે જ અહીં કુદરતી સોંદર્ય અને વિલા માટે પણ જાણિતું છે. તો રોમેન્ટિ ટ્રિપ માટે પણ અહીં કલપ આવી શકે છે. આમ તો આ પ્લેસને મિની ગોવાના નામથી પણ ઓળખવામાં આવે છે કેમ કે, અહીં દરિયા કિનારાનો અદભૂત નજારો છે.

રનાત્નાગિરીનું નામ પહાડોને લીધે જાણિતું છે. આ સાથે જ અહીં જંગલ અને ઝરણાં બંનેનો આનંદ પણ મળે છે. જેને લીધે આ બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન પણ બનાવે છે. આમ તો ફરવાની સાથે-સાથે અહીંના વ્યંજનનો પણ આનંદ લઈ શકાય છે.

ઔરંગાબાદ મહારાષ્ટ્રનું સાંસ્કૃતિ કેન્દ્ર માનવામાં આવે છે. આ સાથે જ અહીં રેશમ અને સૂતરાઉ કાપડ દેશમાં પ્રસિદ્ધ છે. ઔરંગાબાદ પાસે અજંતા અને એલોરાની ગુફા પણ સ્થિત છે. તો આ જગ્યાના અન્ય પ્લેસની વાત કરીએ તો બીબીનો મકબરો, હિમાયત બાગ, સલીમ અલી સરોવર જેવાલાયક સ્થળ છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.