ટ્રાવેલ ડેસ્કઃ નોર્થ ઇસ્ટના ઘણાં રાજ્યોનું નામ દેસના ટોપ ટ્રાવેલ ડેસ્ટિનેશનમાંથી એક છે. તો નોર્થ ઇસ્ટની ટ્રિપનું પ્લાન કરનારા મોટાભાદના લોકો સિક્કિમને એક્સપ્લોર કરવાનું ભૂલતાં નથી. આમ તો સિક્કીમમાં ફરવા માટે ઘણાં સુંદર લોકેશન છે. પણ તમે સિક્કિમ જવાનો પ્લાન કરી રહ્યા હોય તો 4 બેસ્ટ પ્લેસની એકવાર વિઝિટ જરૂર કરવી જોઈએ.
હિમાલયના ખોળે વસેલું સિક્કિમ એક નાનકડું રાજ્ય છે પણ સુંદર વાદીઓથી પ્રાકૃતિક નજારાની મજા માણવા માટે સિક્કિમની સફર બેસ્ટ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવીએ સિક્કિમની કેટલીક શાનદાર જગ્યા વિશે જેની વિઝિટ તમારે એકવાર તો કરવી જ જોઈએ.
સિક્કિમનું પાટનગર ગંગટોકથી લગભગ 3 કલાકના સફ પછી તમે ઝુલુક પહોંચી શકો છો. અહીં રસ્તામાં 32 હેયરિમોડ તમારી યાત્રાને રોમાંચિત કરી દેશએ. આમ તો ઝુલુક સિક્કિમનું એક નાનું સુંદર ગામ છે. અહીં 11 ફૂટની ઉંચાઈ પર સ્થિત થુંબી વ્યૂ પોઇન્ટ કંચનજંઘાની ટોચના શાનદાર નજારા માટે ફેમસ છે. આ સાથે જ ઝુલુકની ટ્રિપ દરમિયાન કપુપ લેક અથવા હાથી ઝીલનો નજારો પણ બેસ્ટ છે.
ત્સોમગો લેકનું નામ રોમેન્ટિક પ્લેસમાં સામેલ છે. જે સિક્કિમના પાટનગર ગંગટોકથી માત્ર 40 કિલોમીટર દૂર સ્થિત છે. 12,400 ફૂટની ઉંચાઈ પર આવેલા આ લેકને ચાંગુ સરોવરના નામથી પણ ઓળખવામાં આવે છે. શિયાળામાં ત્સોમગો લેક જામી જાય છે. તો વસંત ઋતુ શરૂ થતાં જ સરોવરની સુંદરતા ફૂલ કરતાં પણ વધારે હોય છે.
ગંગટોકથી લગભગ 140 કિમી દૂર સ્થિત પેલિંગ રોમાંચ માટે ફેમસ છે. એવામાં એડવેન્ચર લવર્સ માટે પેલિંગની સફર બેસ્ટ હોઈ શકે છે. અહીં તમે માઉન્ટેન બાઇકિંગ, રોક ક્લાઇંબિગ, ટ્રેકિંગ, કયાકિંગ, રિવર રાફ્ટિંગ જેવી ઘણી એક્ટિવિટી ટ્રાય કરી શકો છો. આ સાથે જ સ્કાઇ વોક, સાંગચોએલિંગ મઠ રિમ્બી વોટરફોલ અને સેવારો રોક ગાર્ડનનો નજારો પણ માણીને સફરને ફુલ એન્જોય કરી શકો છો.
દરિયાની સપાટીથી લગભગ 80000 ફૂટની ઉંચાઈ પર સ્થિત રંવગલા સિક્કીનું સુંદર હિલ સ્ટેશન છે. હિમાલયના પર્વતથી ઘેરાયેલું રંવગલા મૈનમ અને તેન્ડોન્ગ હિલ્સના ટોપ પર આવેલું છે. ગંગટોકથી લગભગ 63 કિલોમીટર દૂર સ્થિત રંવગલાની સફર નેચર લવર્સ માટે બેસ્ટ હોઈ શકે છે. અહીં તમે ગ્રેટર હિમાલયના મનમોહક નજારાને નજીકથી જોઈ શકો છો.