ટ્રાવેલ ડેસ્કઃ રાજસ્થાન તેની રંગબેરંગી સંસ્કૃતિ અને ઇતિહાસ માટે ફેમસ છે. અહીંના કિલ્લા અને મહેલ પર્યટકોને આકર્ષિત કરે છે. અહીંના મહેલોની સુંદરતા લોકોને મંત્રમુગ્ધ કરે છે, હવા મહેલ સૌથી અનોખો અને ખાસ છે. ગુલાબી રંગના બલુઆ પથ્થરોમાંથી બનાવેલાં આ મહેલને લીધે જયપુરને પિંક સિટી કહેવામાં આવે છે. તેનું નિર્માણ રાજસ્થાની અને મુગલ શૈલીમાં કરાયું છે. આ વાત લગભગ દરેક લોકોને ખબર હશે. પણ તમને ખબર હશે નહીં એવી રસપ્રદ વાત તમને જણાવીએ.

કોઈ એન્ટ્રેન્સ નહીં
હવા મહેલ સિટી પેલેસનો એક ભાગ હતો. એટલે બહારથી કોઈ એન્ટ્રેન્સ ગેટ બનાવાયો નથી. તમારે હવા મહેલમાં જવા માટે સિટી પેલેસ તરફથી જ એન્ટ્રી કરવી પડશે.

953 બારી
આ પેલેસ ઓફ વિન્ડ્સના નામથી જાણિતો છે. આ મહેલમાં 953 બારી છે. આને એ માટે બનાવાયો છે કેમ કે, હવા મહેલની અંદર તરફ આવી શકે.

મહિલાઓ માટે
હવા મહેલને ખાસ તો રાજસી મહિલાઓ અને તેમની દાસી માટે બનાવવામાં આવ્યો હતો. તે સમયે મહિલાઓ જાહેરમાં કોઈ અવસર સામેલ થઈ શકતી નહોતી. એટલે તે બારીમાંથી નીચે થતાં આયોજનનો આનંદ લઈ શકતી હતી.

રહેવા માટે નહોતો બનાવ્યો
તમને જાણીને આશ્ચર્ય થશે કે, હવા મહેલ રહેવા માટે બનાવવામાં આવ્યો નહોતો. રાજસી મહિલાઓ વિશેષ અવસરે અહીં બારીમાંથી સમારોહનો આનંદ લઈ શકતી હતી. રાણીઓ પોતાની સાથે સિટી પેલેસ જતી હતી.

મહેલની અંદર ત્રણ મંદિર
મોટાભાગના લોકોને ખબર હશે નહીં કે, મહેલની અંદર ત્રણ મંદિર બનાવાયા છએ. જેમાં ગોવર્ધન મંદિર, પ્રકાશ મંદિર અને હવા મંદિર નામથી ઓળખાય છે. પહેલાં લોકો ગોવર્ધન કૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા આવતાં હતાં, હવે આ મંદિર બંધ છે.

પાયા વગર અડીખમ છે મહેલ
તમને જાણીને નવાઈ લાગશે કે, હવા મહેલ પાયા વગર દુનિયાનો સૌથી ઊંચો મહેલ છે.

કોઈ સિડી નથી
હવા મહેલ 5 માળનો છે. અહીં આજે પણ ઉપર જવા માટે કોઈ સિડી નથી. ઉપર જવા માટે તમને માત્ર રેમ્પ જ મળશે.

હવા મંદિરના નામ પરથી રખાયું નામ
મહેલનું નામ હવા મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મંદિર આજે પણ મહેલની અંદર છે.