Tourism
પોરબંદરના આ ફેમસ પ્લેસને એક્સપ્લોર કરો, ગોવાને પણ ભૂલી જશે એવી થશે ટૂર
ટ્રાવેલ ડેસ્ક, Best Places to Visit in Porbandar: ભારતમાં ગુજરાત એકમાત્ર એવું ટૂરિસ્ટ પ્લેસ છે જ્યાં દરિયો, રણ અને લીલાછમ પડાહો આવેલાં છે. તેમાં દરિયા કિનારે વસેલું પોરબંદર તેની સુંદરતા અને સાંસ્કૃતિક ઓળખ માટે માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા ભારતમાં ફેમસ છે. પોરબંદરમાં દર મહિને લાખો દેશના અને વિદેશના પ્રવાસીઓ ફરવા આવે છે. ત્યારે અમે તમને પોરબંદરના ખાસ પ્લેસ વિશે તમને જણાવીએ.
પોરબંદર બીચ
પોરબંદરમાં ફરવા માટે સૌથી બેસ્ટ પ્લેસ પોરબંદર બીચ છે. અહીં દરિયાકાંઠીની નજીક આવેલો હુજૂર પેલેસ પણ પ્રવાસીઓને આકર્ષે છે. આ દરિયા કિનારે પ્રવાસીઓ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી શકે છે. આ ઉપરાંત પ્રવાસીઓ મિયાની બીચ અને ચોપાટી બીચ પણ ફરવા જઈ શકે છે.
પોરબંદર બર્ડ સેન્ચુરી
પોરબંદરનું બીજુ સૌથઈ ફેમસ અને લોકપ્રિય પ્લેસમાં પોરબંદર બર્ડ સેન્ચુરી સામેલ છએ. લગભગ બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલાં આ સેન્ચુરીમાં ઘણાં પ્રકારના પશુ-પક્ષી જોવા મળે છે. આ સેન્ચુરીમાં રાજહંસ, ડક એન્ડ ગીઝ, ગ્રીવ્સ, જેક્સ, ઇન્ડિયન રોલર જેવા પક્ષીઓ જોવા મળી શકે છે. આ ઉપરાંત અહીં જંગલ સફારીની પણ મજા માણી શકાય છે.
મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ
પોરબંદરમાં મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ આવેલું છે. અહીં બાપુ સાથે જોડાયેલાં ઘણાં સામાન નજીકથી જોઈ શકાય છે. એવું કહેવામાં આવે છે કે, તેમના બાળપણની દરેક વસ્તુને સંરક્ષિત રાખવામાં આવી છે. એવામાં જો તમે ઇતિહાસને નજીકથી જોવા માગો છો તો તમે અહીં જરૂર પહોંચી શકો છો.
ઘુમલી
પોરબંદરમાં આવેલું ઘુમલી એક ફેમસ અને ઐતિહાસિક પેલેસ છે. એવું કહેવામાં આવે છે કે, ઘુમલી 12મી-13મી શદી દરમિયાન સેંધવ અને પછી સૌરાષ્ટ્રના જેઠવા રાજવંશની રાજધાની તરીકે ઓળખાતું હતું. ઉલ્લેખનીય છે કે, આ જગ્યા એક નહીં પણ ઘણી ઐતિહાસિક દ્વાર, મંદિર અને પ્રાચીનકાળમાં નિર્મિત સંરચનાઓ આવેલી છે. અહીંનું નવલખા મંદિર સૌથી ફેમસ સ્થળ માનવામાં આવે છે.
પોરબંદરમાં ફરવા માટેની અન્ય જગ્યા
પોરબંદર બીચ, પોરબંદર બર્ડ સેન્ચુરી, મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ અને ઘુમલી ઉપરાંત અન્ય સ્થળ પણ તમે એક્સપ્લોર કરી શકો છો. રામધુન મંદિર, દરિયા રાજમહેલ, દરબારગઢ, કીર્તિ મંદિર અને રાની બાગ પાર્ક જેવી જગ્યા પણ એક્સપ્લોર કરી શકાય છે.
પોરબંદર કેવી રીતે જવું?
હવાઇ સફરઃ જો તમે હવાઇ સફર જવા માગો છો તો તમે પોરબંદર એરપોર્ટ પહોંચીને આ શહેરને એક્સપ્લોર કરી શકો છો.
ટ્રેનઃ દેશના કોઈપણ ખૂણેથી પોરબંદર રેલવે સ્ટેશન પર પહોંચી શકાય છે અને ટેક્સી અને કેબ દ્વારા તેને એક્સપ્લોર કરી શકાય છે.
બસઃ પોરબંદર શહેર રોડ કનેક્ટિવિટીથી જોડાયેલું છે. ગુજરતના કોઈ પણ શહેરથી પોરબંદર રોડ માર્ગ દ્વારા પહોંચી શકાય છે.