Tourism
ઉનાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ રોમેન્ટિક ડેસ્ટિનેશન, કરો એક્સપ્લોર
ટ્રાવેલ ડેસ્ક, Best Honeymoon Places In India: નવા પરિણીત કપલ માટે હનીમૂન પર જવું સૌથી ખાસ હોય છે. શિયાળો હોય કે ઉનાળો હનિમૂન દરેક માટે ખાસ હોય છે. ત્યારે ઉનાળામાં લગ્ન થયા પછી કપલ્સને સૌથી મોટી ચિંતા હોય છે કે, હનિમૂન માટે કયા પ્લેસ પર જવું. ત્યારે નવપરિણીત કપલ માટે હનિમૂન પર જવા માટેના કયા બેસ્ટ પ્લેસ વિશે અમે તમને જણાવીએ.
લેહ-લદ્દાખ
હનિમૂન પર જવા માટે જમ્મુ કાશ્મીર બેસ્ટ પ્લેસ છે. કાશ્મીરથી સૌથી પહેલાં શ્રીનગર, ગુલમર્ગ અથવા પહલગામ લોકોની પસંદ હોય છે. પણ આ ત્રણ સ્થળ પર ઉપરાંત લેહ-લદ્દાખ પણ બેસ્ટ હનિમૂન પ્લેસમાંથી એક છે. જમ્મુ-કાશ્મીરનું આ એક એવું લોકપ્રિય ડેસ્ટિનેશન શિયાળા ઉપરાંત ઉનાળામાં પણ વાતાવરણ ઠંડું હોય છે. હનિમૂન માટે પેંગોંગ લેક, ખારદુંગ લા પાસ, હેમિસ મઠ, ગુરુદ્વારા પથર સાહિબ, ફુગતાલ અને ત્સો મોરીરી લેક પણ કલપ એક્સપ્લોર કરી શકે છે.
દાર્જિલિંગ
નોર્થ ઇસ્ટમાં આવેલું દાર્જિલિંગ એક એવું પ્લેસ છે જ્યાં ફરવા જવું દરેક લોકોનું સપનું હોય છે. જો તમે નોર્થ ઇસ્ટના લીલાછમ વાતાવરણમાં હનિમૂન માટે જવા માગે છો તો દાર્જિલિંગ બેસ્ટ છે. અહીં ઉનાળામાં વાતાવરણ ઠંડુ હોય છે. અહીં ઘણી એડવેન્ચર એક્ટિવિટી પણ થાય છે. અહીં ટાઇગર હિલ, હિમાલયન રેલવે, રોક ગાર્ડન, સંદકફૂ ટ્રેક અને બતાસિયા લૂપ જેવાં ઘણાં બેસ્ટ પ્લેસ એક્સપ્લોર કરી શકાય છે.
લક્ષદ્વીપ
એવાં ઘણાં કપલ્સ છે જે દરિયા કિનારે હનિમૂન માટે જવાનું પસંદ કરે છે. એવામાં જો તમે ભારતમાં કોઈ દરિયા કિનારે હનિમૂન માટે જવા માગો છો તો લક્ષદ્વીપ બેસ્ટ પ્લેસ છે. હનીમૂન માટે અહીં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ એન્જોય કરી શકાય છે. લક્ષદ્વીપમાં તમે મિનિકોય દ્વીપ, અગત્તી આઇલેન્ડ, બાંગરમ દ્વીપ, કાવારત્તી દ્વીપ, કલ્પેની દ્વીપ અને અમીનદીવી દ્વીપ જેવા પ્લેસ પણ એક્સપ્લોર પણ કરી શકો છો.