ટ્રાવેલ ડેસ્કઃ ભારતમાં ઊંચા-ઊંચા પહાડો, રણ, નદી અને મનમોહક દરિયા કિનારા આવેલાં છે. દક્ષિણમાં હિન્દ મહાસાગર, પશ્ચિમમાં અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડીથી ખૂબ જ ફેમસ છે. ભારતમાં કેટલાક દરિયા કિનારા એટલે કે બીચ શાંત વાતાવરણ, પ્રાકૃતિક સુંદરતા અને મસ્ત વોટર એડવેન્ચર માટે આખા વિશ્વમાં ફેમસ હોય એવા બીચ વિશે અમે તમને જણાવીએ.

રાધાનગર બીચ
ભારતમાં આવેલાં મનમોહક અને સુંદર બીચની વાત થાય ત્યારે સૌથી પહેલું નામ અંદમાન અને નિકોબાર ટાપનું આવે છે. અંદમાનમાં આવેલો રાધાનગર બીચ શાંત વાતાવરણ અને રોમાંચક એક્ટિવિટી માટે આખા વિશ્વમાં ફેમસ છે. અહીં માત્ર દેશ-વિદેશના પ્રવાસીઓ ફરવા માટે આવે છે.
રાધાનગર બીચને વાદળી પાણી અને સફેદ રેતીનું સંગમ સ્થળ માનવામાં આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તનો અદભૂત નજારો જોવા મળે છે. અંદમાન અને નિકોબાર આ બીચ સૌથી બેસ્ટ પ્લેસ માનવામાં આવે છે. અહીં પ્રવાસીઓ વોટર એક્ટિવિટીની મજા માણી શકે છે.

કપ્પડ બીચ
દક્ષિણ-ભારતના કેરળમાં આવેલો કપ્પડ બિચ સ્પ્રિંગ સિઝનમાં ફરવા અને મોજ-મસ્તી કરવા માટે એક શાનદાર દરિયાકિનારો છે. દરિયા કિનારે રહેલાં નારિયેળના મોટા-મોટા ઝાડ તેની સુંદરતામાં વધારો કરે છે. આ દરિયાકિનારો ભારતનો સૌથી સુરક્ષિત બીચ છે. એવું કહેવામાં આવે છે કે, પોર્ટુગલ દ્વારા વાસ્કો દી ગામાએ લગભગ 15મી શદીમાં શોધવામાં આવ્યો હતો. કપ્પડ બીચથી થોડેક દૂર આવેલો પૂકૂટ લેક, કપ્પડ બેકવોટર્સ અને કદલુંડી પક્ષી અભ્યારણ્ય પણ ફરવા જઈ શકાય છે.

પુરી બીચ
ઓડિશાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથ મંદિર જે રીતે દુનિયામાં ફેસમ છે તે રીતે બિચ આખા વિશ્વમાં ફેમસ છે. આ સુંદર બીચ પર ઘણાં પ્રવાસીઓ આવે છે. ખાસ તો સૂર્યોદય અન સૂર્યાસ્ત સમયે દરિયા કિનારે સુંદર નજારો જોવા મળે છે. અહીં દરિયા તરવાની સાથે-સાથે એક સારી એડવેન્ચર એક્ટિવિટી માટે પણ ફેમસ છે. બંગાળની ખાડીના કિનારે હોવાથી તેમાં મનમોહક નજારા પણ જોવા મળે છે. પુરીમાં તમે નકેન્દ્ર પોખરી, લોકનાથ મંદિર, ગુંડિચા ઘર મંદિર અને ગોવર્ધન મઠ જેવી જગ્યા પર ફરવા જઈ શકો છો.

રુશિકોંડા બીચ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરથઈ લગભગ 15થી 20 કિલોમીટર દૂર આવેલો રુશિકોંડા બીચ એક સુંદર બીચ હોવાની સાથએ બ્લૂ ટેગ બીચ પણ છે. લાલ રંગની રેતી અને બીચના કિનારે આવેલું નારિયેળનું ઝાડ આ બીચની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. વિશાખાપટ્ટનમમાં રુશિકોંડા બીચને એક્સપ્લોર કરવા ઉપરાંત વિશાખાપટ્ટનમ સંગ્રહાલય, વિશાખાપટ્ટનમ ઝૂ, કૈલાશગિરી, બોર્રા ગુફા અને યારદા બીચ જેવી જગ્યા એક્સપ્લોર કરી શકાય છે.