Tourism
જયપુરની આ સુંદર હોટેલ્સમાં શાહી મહેમાનગતીની મજા માણો, ભાડું છે સાવ ઓછું
ટ્રાવેલ ડેસ્કઃ રાજસ્થાન એક એવું શહેર છે જ્યાં સમગ્ર દેશ સહિત વિદેશના લોકો પણ ફરવા અને મહેમાનગતીની મજા માણવા માટે આવે છે. અહીં વિશ્વવિખ્યાત પેલેસ, ફોર્ટ અને બિલ્ડિંગનું ખાસ મહત્ત્વ છે. જયપુર આવતાં લોકોને એક ખઆસ પ્રોબ્લેમ થાય છે કે, તેમને રોકાવવા માટે યોગ્ય હોટેલ મળતી નથી. તો ચિંતા ના કરો અમે તમને જયપુરમાં રોકાવવા માટે સુંદર હોટેલ્સ વિશે જણાવીએ જ્યાં તમારી શાહી મહેમાનગતી થશે.
જયપુર મેરિયટ હોટેલ
જયપુરમાં આવેલી જયપુર મેરિયટ હોટેલ તે સૌથી બેસ્ટ હોટેલમાંથી એક માનવામા આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ હોટેલમાં તે દરેક સુવિધા મળે છે જે ફાઇવસ્ટાર હોટેલમાં હોય છે. આ સુંદર હોટેલની અંદર ખૂબ જ લક્ઝરી અને ડીલક્સ રૂમ પણ આવેલાં છે. આ ઉપરાંત આ હોટેલમાં સ્વિમિંગ પૂલની સાથે સુંદર ગાર્ડન પણ આવેલાં છે. જેમાં તમે ફરી શકો છો.
- એડ્રેસઃ આશ્રમ માર્ગ, જવાહર સર્કલ પાસે જયપુર-302015
- ભાડુંઃ લગભગ 8 હજાર રૂપિયા એક રાતના
ફોર્ટ ચંદ્રગુપ્ત
બહારથી આ હોટેલ એક ફોર્ટ જેવી લાગે છે. જોકે, તમને જણાવી દઈએ કે, આ ફોર્ટ ચંદ્રગુપ્ત એક ફોર્ટ હોવાની સાથે એક હેરિટેજ હોટેલ પણ છે. આ હોટેલમાં તે તમામ સુવિધા મળે છે જે મોટી હોટેલમાં મળે છે. ફોર્ટ ચંદ્રગુપ્ત લક્ઝરી રૂમની સાથે સાથે ડિલક્સ અને સુપર ડિલક્સ રૂમ પણ હાજર છે. આ હોટેલ ઉપરાંત નજીકમાં આવેલાં લોન પર પણ તમે સવાર સાંજ ચાલી શકો છો.
- એડ્ર્સઃ સ્ટેશન રોડ, સ્ટેન્ડ પાસે, કાંટી નગર, સિંધી કેમ્પ, જયપુર, રાજસ્થાન 302001
- ભાડુઃ લગભગ 4 હજાર રૂપિયા પ્રતિ રાત
હોટેલ રાજસ્થાન પેલેસ
જયપુરના આદર્શનગરમાં આવેલી હોટેલ રાજસ્થાન પેલેસ એક સુંદર હોટેલ હોવાની સાથે ભવ્ય બિલ્ડિંગ પણ છે. આ પેલેસમાં લગભગ 20થી વધુ લક્ઝરી રૂમની સાથે સાથે ડીલક્સ અને સુપર ડીલક્સ રૂમ પણ છે. આ હોટેલ રાજસ્થાની મહેમાનગતી અને શાહી સ્વાગત માટે આખા જયપુરમાં ફેમસ છે. અહીં રોકાવવાની સાથે સ્વાદિષ્ટ રાજસ્થાની વ્યંજનોનો સ્વાદ પણ ચાખી શકાય છે.
- એડ્રેસઃ પીલવા ગાર્ડન, 3 મોતી ડૂંગરી રોડ-જયપુર, રાજસ્થાન 302004
- ભાડુંઃ લગભગ 6 હજાર રૂપિયાથી વધુ ઓછું દરરોજ રાતનું
અલસીસર હવેલી
જો તમે જયપુરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટેલ અથવા પેલેસનું ફીલ લેવા માગો છો તો તમારે જયપુરમાં આવેલી અલસીસર હવેલીમાં રહેવા માટે પહોંચી શકો છો. તમને જણાવી દઈએ કે, આલીશાન હવેલી એકથી એક ચઢિયાતી સુવિધાઓ માટે લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે, અન્ય હોટેલની જેમ અલસીસર હવેલીમાં પણ લક્ઝરી રૂમની સાથે-સાથે ડીલક્સ અને સુપર ડીલક્સ રૂમ હોય છે.
- એડ્રેસઃ સંસાર ચંદ્ર રોડ, શ્રી રામ કોલોની-જયપુર, રાજસ્થાન 302001
- ભાડુંઃ 8 હજાર રૂપિયા એક રાતના