ટ્રાવેલ ડેસ્કઃ હવે તમે જ્યારે પણ ગોવા જાવ તો બીજા પ્રવાસીઓ સાથે તેમની મંજૂરી વગર સેલ્ફી ના લેતાં, નહીં તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. ગોવા સરકારે પર્યટન મંત્રાલયની એક એડવાઇઝરી જાહેર કરી છે. પ્રવાસીઓની પ્રાઇવસીનું ધ્યાન રાખી સરકારે આદેશ કર્યો છે. આ એડવાઇઝરીમાં એવું કહેવામાં આવ્યું છે કે, ગોવા ફરવાં આવતાં પ્રવાસીઓએ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તેની મંજૂરી વગર સેલ્ફી લેવી નહીં. ખાસ તો દરિયા કિનારે તરતા હોય અથવા બિચ પર આરામ કરતાં હોય તે આ વાતનું ધ્યાન રાખવું અને તેમની પ્રાઇવસીનું સન્માન કરવું. પ્રવાસીઓની સુરક્ષા અને ચિટિંગથી બચવા સરકારે આ આદેશ આપ્યા છે.
ગોવાના ટૂરિઝમ મંત્રાલયે ગુરુવારે એક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં ખતરનાક જગ્યા જેવી કે, ઊંચા પહાડો હોય અથવા દરિયાની વચ્ચે આવેલી જગ્યા. આ દરેક સ્થળે સેલ્ફી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ પ્રવાસીઓ હેરિટેજ જગ્યાને નુકસાન પહોંચાડે અથવા તેની સાથે છેડછાડ પણ કરી શકશે નહીં. એડવાઇઝરી મુજબ કોઈ પણ ગેરકાયદે ખાનગી ટેક્સીને ભાડા પર ના લે અને ટેક્સી ડ્રાઇવરને મીટરથી જ ચાલવાનું કહે જેથઈ વધુ રૂપિયાની ચૂકવણી કરવી પડે નહીં.
ટૂરિઝમ મંત્રાલયે કહ્યું કે, રજિસ્ટર હોટેલ અને વિલામાં પ્રવાસીઓએ રોકાવવું. જાહેરમાં દારૂ પીવો નહીં. જોકે, રેસ્ટોરામાં દારૂ પી શકાય છે. ગોવામાં દર વર્ષે લાખો લોકો ફરવા આવે છે. એવામાં સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગ પાસે રજિસ્ટર્ડ વ્હીકલને ભાજે આપવાનો આદેશ આપ્યો છે. હોટેલમાં રહેવા અને વોટર સ્પોર્ટ્સ માટે ગેરકાયદે એજન્ટ હાયર ના કરવા અને માત્ર રજિસ્ટર્ડ એજન્ટની મદદ લેવી. ટૂરિઝમ મંત્રાલયે જાહેરમાં ખાવા માટે પણ પ્રતિબંધ લગાવ્યો છે. જે આવું કરશે તેના પર 50 હજાર રૂપિયાનો દંડ થશે.