Char Dham Yatra: ચાર ધામ યાત્રા પર જતાં પહેલા આ જાણી લો, શ્રદ્ધાળુઓેએ રાખવું પડશે આટલું ધ્યાન

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 18 May 2024 07:30 AM (IST)Updated: Sat, 18 May 2024 07:30 AM (IST)
chardham-yatra-2024-is-it-right-to-go-on-chardham-yatra-now-or-not-devotees-will-have-to-keep-these-tips-in-mind

Char Dham Yatra: ચાર ધામ યાત્રા 10 મેથી શરૂ થઈ ગઈ છે. હજુ યાત્રાને થોડા દિવસો જ થયા છે અને યાત્રા કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે. ચાર ધામમાં શ્રદ્ધાળુઓની આટલી ભીડે હવે સરકારની પણ મુશ્કેલી વધારી દીધી છે. વધતી ભીડને કાબૂમાં લેવા માટે સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે.

જો કોઈપણ યાત્રી રજિસ્ટ્રેશન કર્યા વગર અથવા રજિસ્ટ્રેશનની તારીખ પહેલા ચાર ધામના દર્શન કરવા જશે તો તેમના પર કડક કાર્યવાહી થશે. જો તમે ચાર ધામ યાત્રા પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે યાત્રા સાથે સંબંધિત મુખ્ય અપડેટ્સ વિશે ખબર હોવી જોઈએ.

ટ્રાવેલ એજન્ટ સામે કરાશે કાર્યવાહી
જો ટ્રાવેલ એજન્ટ નિર્ધારિત તારીખ પહેલા કોઈ પ્રવાસીને ચારધામ યાત્રા માટે લઈ જશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમના વાહનોની પરમિટ કાયમી ધોરણે રદ કરવામાં આવશે.

વાહનોની પરમિટ થશે રદ
જો રજિસ્ટ્રેશન વગરના યાત્રીઓને ચારધામના દર્શન કરાવવા પર પણ ટ્રાવેલ એજન્ટના વાહનોની પરમિટ સીધી જ રદ કરવામાં આવશે. તેથી જો પ્રવાસીઓ આ રીતે દર્શનનો પ્લાન બનાવી રહ્યા છે, તો આ વાતનું ધ્યાન રાખો.

જરૂરી વસ્તુઓ સાથે રાખો
તમારી સાથે ટેન્ટ, છત્રી, વધારાના કપડાં અને ખાવા-પીવાની વસ્તુઓ સાથે લઈને જાવ. આવું એટલા માટે કારણ કે યાત્રા દરમિયાન ઘણી ભીડ થઈ રહી છે. આવી સ્થિતિમાં તમારે કલાકો સુધી એક જગ્યાએ ઉભા રહેવું પડી શકે છે.

રજિસ્ટ્રેશન કરાવેલી તારીખે જ જાવ
ઘણા લોકો એવા છે જેઓ ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં સબમિટ કરેલી તારીખ પહેલા જ ચાર ધામ યાત્રાએ જઈ રહ્યા છે. જેના કારણે ચારધામ યાત્રામાં ભીડ ઘણી વધી ગઈ છે. આથી રજિસ્ટ્રેશન વગર અને રજિસ્ટ્રેશન તારીખ પહેલા જતાં લોકોના વાહનો પરત મોકલવામાં આવશે. તેથી મુસાફરી કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો.

ઓફિસમાંથી વધારાની રજા લઈ લો
દર્શન માટે આવેલા યાત્રિકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેથી યમુનોત્રી અને ગંગોત્રી માર્ગો પર પણ લોકોને રોકવામાં આવી રહ્યા છે. તેથી જો તમે ઓફિસમાંથી રજા લઈને દર્શન કરવા જઈ રહ્યા હોવ તો વધારાના દિવસો લો.

પરિવારજનોની સાથે રહો
પરિવારથી દૂર ન રહો. પ્રવાસ દરમિયાન તમે તેમની સાથે જ રહો. કારણ કે મંદિરથી 200 મીટર સુધી મોબાઈલ ફોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ એટલા માટે છે કારણ કે ઘણા એવા તીર્થયાત્રીઓ છે જે ચારધામની યાત્રા પૂજા માટે નહીં પરંતુ રીલ્સ બનાવવા માટે કરે છે.

ચાદર લઈને જાવ
લોકોને હોટલો અને ધર્મશાળાઓ સરળતાથી નથી મળી રહી. અનેક લોકોને આખી રાત કડકડતી ઠંડીમાં રસ્તા પર વિતાવવી પડી. તેથી તમારે તમારી સાથે એક ચાદર પણ લેવી જોઈએ.