Honeymoon Destinations: લગ્નની સિઝન ચાલી રહી છે. એટલા માટે ચારેબાજુ ઉત્સવ જેવો માહોલ છે. કપલ્સ તેમના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તો પરિણીત કપલ્સ હનીમૂનની તૈયારી કરી રહ્યા છે. આ માટે કેટલાક કપલ્સે માર્ચ મહિનાને પસંદ કર્યો છે. જોકે, ડેસ્ટિનેશનને લઈને કપલ્સ મૂંઝવણમાં છે. જો તમે પણ માર્ચ મહિનામાં હનીમૂન પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ પરફેક્ટ સ્થળોને પસંદ કરી શકો છો. અહીંનું વાતાવરણ તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે. તો ચાલો જાણીએ-
માઉન્ટ આબુ
માર્ચ મહિનામાં આ સ્થળ પર એક પરંપરાગત ગણગૌર મહોત્સવ યોજાય છે, તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. જો તમે માર્ચ મહિનામાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો માઉન્ટ આબુ જઈ શકો છો. માર્ચ મહિનામાં માઉન્ટમાં ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે. તેથી તમે અહીં શિયાળો અને ઉનાળો બંનેનો અનુભવ કરી શકો છો. આ સિઝનમાં અહીં તમને ન તો ઠંડી લાગશે કે ન તો ગરમી. અહીં ફરવા માટે ઘણા સ્થળો આવેલા છે, જેમ કે અધર દેવી મંદિર, અચલગઢ કિલ્લો, હનીમૂન પોઈન્ટ, નક્કી લેક, સનસેટ પોઈન્ટર અને બેલી વોક. અહીં ટ્રાવેલનો ખર્ચ અંદાજે 15000 રૂપિયા સુધી આવે છે.
રત્નાગીરી
જો તમે મહારાષ્ટ્રમાં હનીમૂન ટ્રિપ પ્લાન કરવા માંગો છો, તો મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારે આવેલા એક નાનકડા ગામ વેલાસ જવાનો પ્લાન બનાવી શકો છો. આ સ્થળ મુંબઈથી લગભગ 220 કિમી દૂર આવેલું છે. વેલાસમાં એક એવો શાંત બીચ છે, જે મુંબઈમાં તમને ક્યાંય નહીં મળે. પાર્ટનરની સાથે એકલા સમય વિતાવવા માટે આનાથી સારી જગ્યા બીજી કોઈ હોઈ જ ન શકે. માર્ચ મહિનામાં હળવી ઠંડી હવા અને આકાશમાંથી આવતા સૂર્યના કિરણોનો અહેસાસ કરવા માટે તમે અહીં હનીમૂન ટ્રિપ પ્લાન કરી શકો છો. આ ભારતમાં માર્ચમાં ફરવા માટેનું સૌથી બેસ્ટ પ્લેસ છે. આ સ્થળની સૌથી ખાસ વાત એ છે કે માર્ચ મહિનામાં અહીં ટર્ટલ ફેસ્ટિવલ યોજાય છે, જે તમારી આ ટ્રિપમાં ચાર ચાંદ લગાવી દેશે. આ ટ્રિપનો ખર્ચ આશરે 15000થી 20,000 રૂપિયા સુધી થશે.
ચિકમંગલૂર
શાંતિ અને સુંદરતા માટે જાણીતું આ સ્થળ તમારી હનીમૂન ટ્રિપ માટે બેસ્ટ ઓપ્શન છે. અહીંના લીલાછમ ઊંચા પહાડો પાર્ટનરની સાથે તમારા પ્રેમને વધારવામાં મદદ કરશે. આ સ્થળ સૌથી શ્રેષ્ઠ રોમેન્ટિક સ્થળોમાંથી એક છે જ્યાં તમે માર્ચ મહિનામાં હનીમૂન ટ્રિપ પ્લાન કરી શકો છો. જો તમને પહાડો પર ફરવા જવું ગમે છે અને પ્રકૃતિનો સુંદર નજારો જોવા માંગો છો, તો અહીં જઈ શકો છો. માર્ચ મહિનામાં અહીંનું તાપમાન 25°C થી 30°C ની વચ્ચે રહે છે. અહીંની હનીમૂન ટ્રિપ તમે અંદાજે 15000થી 20000 રૂપિયામાં પૂરી કરી શકો છો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
