peaceful hill stations near Chandigarh: ચંદીગઢની આસપાસ ફરવા માટે ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશનો છે, પરંતુ વેકેશન દરમિયાન શિમલા અને મનાલી જેવા સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ અને ટ્રાફિક જામ જોવા મળે છે. જો તમે નવા વર્ષમાં અથવા રજાઓમાં શાંતિપૂર્ણ વાતાવરણ શોધતા હોવ, તો ચંદીગઢ નજીક આ 5 શ્રેષ્ઠ હિલ સ્ટેશનો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
શોજા, હિમાચલ પ્રદેશ
તીર્થન ખીણની નજીક આવેલું શોજા એ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. મનાલી અને શિમલાની સરખામણીએ અહીં પ્રવાસીઓ ઓછા આવે છે, તેથી શાંતિ જળવાઈ રહે છે. દેવદાર અને પાઈનના ગાઢ જંગલો વચ્ચે આવેલા લાકડાના મકાનો આ સ્થળને અનોખું બનાવે છે. અહીં કોઈ મોટું પાર્ટી કલ્ચર નથી, માત્ર પ્રકૃતિની સુંદરતા છે.
કનાટલ, ઉત્તરાખંડ
મસૂરીથી થોડે દૂર આવેલું કનાટલ સમુદ્ર સપાટીથી 8,500 ફૂટની ઊંચાઈ પર છે. મસૂરીમાં જ્યારે ટ્રાફિક જામ હોય, ત્યારે કનાટલ તમને સ્વચ્છ હવા અને ખુલ્લા રસ્તાઓ પ્રદાન કરે છે. જો તમે ભીડભાડથી દૂર રહીને બરફ અને પહાડોની શાંતિ માણવા માંગતા હોવ, તો આ જગ્યા ઉત્તમ છે.
પંગોટ, ઉત્તરાખંડ
નૈનીતાલની ભીડથી બચવા માટે પંગોટ એક સુંદર વિકલ્પ છે. નૈનીતાલથી માત્ર 15 કિલોમીટર દૂર સ્થિત આ નાનકડું ગામ પક્ષી પ્રેમીઓ માટે જાણીતું છે. નવા વર્ષ દરમિયાન જ્યારે આસપાસના શહેરો પ્રવાસીઓથી ભરાઈ જાય છે, ત્યારે પંગોટમાં તમે પક્ષીઓના કલરવ વચ્ચે આરામ કરી શકો છો.
બારોટ ખીણ, હિમાચલ પ્રદેશ
ચંદીગઢથી આશરે 200 કિલોમીટર દૂર આવેલી બારોટ વેલી હજુ પણ પ્રવાસીઓની નજરે ઓછી ચડી છે. અહીં ઉહલ નદીના કિનારે કેમ્પિંગ અને ટ્રેકિંગનો આનંદ માણી શકાય છે. જો તમે સાહસના શોખીન હોવ અને હાઈ-ફાઈ હોટલોને બદલે કુદરતી ખોળે રહેવા માંગતા હોવ, તો બારોટ બેસ્ટ છે.
મંડલ, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું મંડલ શાંતિ શોધનારાઓ માટે આદર્શ સ્થળ છે. તેને 'હિમાલયનું આંગણું' પણ કહેવામાં આવે છે. અહીં ગાઢ જંગલો અને ધોધ વચ્ચે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો.

