OPEN IN APP

શિયાળામાં કેમ જરૂર પડે છે નવા પાર્ટનરની, ચાલો જાણીએ Cuffing અંગે

By: Jagran Gujarati   |   Updated: Wed 25 Jan 2023 07:33 PM (IST)
why-a-new-partner-is-needed-in-winter-lets-know-about-cuffing-83274

શિયાળાની ઋતુને કફિંગ સિઝન તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે લોકોને એકલવાયુ લાગવા લાગે છે અને તેમને પાર્ટનરની જરૂરિયાત અનુભવાય છે. આ ઉપરાંત આ સીઝનમાં ડેટિંગના કેટલાક નિયમો પણ છે…

ડેટિંગ વર્લ્ડ ખૂબજ રસપ્રદ ગણાય છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાની પસંદ અનુસાર પાર્ટનર શોધવાનો પ્રયત્ન કરે છે. આમ તો એકલવાયુ જીવન કોઈપણ સિઝનમાં સતાવી શાકે છે, પરંતુ શિયાળાની તો વાત જ અલગ છે. શિયાળામાં આપણને એવું લાગે છે કે, આપણી આસપાસ, આપણી પાસે કોઈને કોઈ હોવું જ જોઈએ, જે આપણી સાથે પ્રેમથી વાત કરી શકે. જેને આપણે ગળે મળી શકીએ અને સાથે બેસીને મીઠી-મીઠી વાતો કરી શકીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, શિયાળામાં જ કેમ આવું થાય છે?

શિયાળાને કફિંગ સિઝન તરીકેઓળખવામાં આવે છે અને આ સિઝન સપ્ટેમ્બર પછી શરૂ થઈ જાય છે. આ ટર્મનું બહુ મહત્વ છે અને તે મોડર્ન ડેટિંગ વર્લ્ડને સમજાવે છે. શિયાળાની સીઝનને કફિંગ સીઝન તો કહેવામાં આવે છે, પરંતુ કેમ અને તેમાં શું હોય છે, તેના વિશે આજે અમે તમને અહીં વિસ્તૃતમાં જણાવી રહ્યા છીએ.

કફિંગ સીઝન શું છે?
શિયાળાને કફિંગ સીઝન તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે લોકો ઠંડીના મહિનાઓમાં અને રજાઓ દરમિયાન તેમના પાર્ટનરને શોધે છે. તેને નોર્મલ ભાષામાં હુક અપ સીઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. Done with Dating: 7 Steps to Finding Your Person પુસ્તકની લેખિકા સમાંથા બર્ન્સે લખ્યું છે કે, આ એ સીઝન છે, જ્યારે આપણે એક્સ્લૂસિવ વ્યક્તિ શોધીએ છીએ, જેની સાથે થોડો સમય પસાર કરી શકાય અને શિયાળામાં એકલવાયું દૂર કરી શકાય.

આ એ જ સમય છે, જ્યારે કેઝ્યુઅલ ડેટિંગ કોઈ સીરિયસ રિલેશનશિપમાં બદલાઈ શકે છે અને આપણે વારંવાર કોઈ અજાણી વ્યક્તિને મળવાની જગ્યાએ કોઈ એકજ વ્યક્તિને મળવાનું પસંદ કરીએ છીએ.

શિયાળામાં વ્યક્તિને વધારે જરૂર પડે છે પાર્ટનરની
શિયાળામાં લોકોને વધારે ચીડિયાપણુ અનુભવાય છે અને જેને વિંટર ડિપ્રેશન પણ કહી શકાય છે. આ એ જ સમય છે, જ્યારે આપણને કોઈની જરૂરિયાત અનુભવાય છે. અમેરિકામાં એક ડેટિંગ એપના સર્વે અનુસાર, લગભગ અડધા સિંગલ લોકો એમ માને છે કે, શિયાળામાં તેમને ડેટ કરવાની જરૂરિયાત અનુભવાય છે.

સર્વેમાં એ વાત જાણવા મળી છે કે, આ સિઝનમાં લોકો એકલા રહેવા નથી ઈચ્છતા. જોકે કફિંગ સીઝનમાં બંધાતા સંબંધો વધારે સીરિયસ હોયજ એવું જરૂરી નથી, પરંતુ આ દરમિયાન તો એવું જ લાગે છે કે, આ સીરિયસ જ છે.

જરૂર કરતાં વધારે મજબૂરી બતાવે છે આ કફિંગ સીઝન
આ સિઝનમાં લોકો પાર્ટનર શોધવા માટે વધારે ડેસ્પરેટ રહે છે અને આ સીઝન એક રીતે નેગેટિવિટી પણ દર્શાવે છે. જ્યારે શિયાળામાં તાપમાન ઓછું થાય એટલે મૂડ સ્વિંગ્સ થાય છે અને શરીરમાં મેલાટોનિન અને સેરોટોનિન જેવાં કેમિકલ્સનો ઉતાર-ચઢાવ થાય છે.

આ સમય દરમિયાન રાતના સમયે સૌથી વધારે એકલવાયુ અનુભવાય છે. તેને બાયોલૉજિકલ કારણ પણ માની શકાય છે, જ્યારે સૌથી વધારે કોઈ વ્યક્તિની જરૂરિયાત અનુભવાય છે.

આપણી શારીરિક જરૂરિયાતો કહે છે કે, આપણે ક્યારે કોઈને ગળે લગાવું જોઈએ અને એકલા ન રહેવું જોઈએ.

શિયાળાની ઋતુમાં ડેટિંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું
શિયાળાની ઋતુમાં જો તમારે ડેટિંગ કરવું હોય તો, કફિંગ સીઝનનો ફાયદો લેવો જોઈએ અને આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સંબંધોમાં કઈં શોધતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ આ બાબતોનું

  • સૌથી પહેલાં તો તમારે એ સમજવું જોઈએ કે તમે લૉન્ગ ટર્મ સંબંધો ઈચ્છો છો કે શોર્ટ ટર્મ સંબંધો.
  • તમારા સંબંધો અંગે પાર્ટનર સાથે સ્પષ્ટતા રાખવી અને જણાવવું જોઈએ કે તમે શું ઈચ્છો છો.
  • ઘણીવાર આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે પાર્ટનરને સત્ય કહી શકતા નથી, પરંતુ આ યોગ્ય નથી.
  • આ સિઝનમાં ડેટિંગ શરૂ કરો તો, બહુ લાંબા પ્લાન્સ ન બનાવવા જોઈએ.
  • શિયાળાના અને રજાઓના પ્લાન્સ પહેલાંથી જ નક્કી કરી લો. ક્યાં મળવું છે, કેવી રીતે મળવું છે અને રજાઓમાં શું કરવું છે. આ સીઝનમાં ઝગડો થતાં મૂડ સ્વિંગ્સ વધારે થઈ શકે છે.
  • ઈમોશનલ અને ફિઝિકલ બાઉન્ડ્રીઝ યોગ્ય રીતે સેટ કરવી જોઈએ.
  • જરૂરિયાતો પૂરી થયા બાદ કોઈને એકદમ ન છોડી દેવું જોઈએ. સંબંધોમાં મર્યાદા નક્કી કરવી જોઈએ.

બની શકે છે કે, કફિંગ સીઝનમાં તમને ડિપ્રેશન જેવાં લક્ષણો પણ જણાય, પરંતુ આ બહુ લાંબા સમય સુધી નહીં ચાલે. તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આગળ શું કરવું છે. શું તમને પણ શિયાળામાં એકલવાયું અનુભવાય છે? તમારા જવાબ અમને જણાવજો કમેન્ટ કરી.

જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને સોશિયલ મીડિયામાં લાઈક અને શેર ચોક્કસથી કરજો. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.