નાના-નાના ઝઘડા સંબંધને મજબૂત બનાવે છે, પરંતુ જો સંબંધમાં શંકા કે ગેરસમજ વધવા લાગે તો તે સારા સંબંધમાં પણ તિરાડ પેદા કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, પાર્ટનર નાના ઝઘડાઓને વધતા અટકાવે અને બોન્ડિંગને મજબૂત કરવાનો પ્રયાસ કરે, પરંતુ ઘણા કપલ્સ આત્મસન્માનની વાત કરીને આ ગેરસમજોને દૂર કરવાનો પ્રયાસ કરતા નથી અથવા બીજાની વાતમાં આવીને પાર્ટનર પર શંકા કરવા લાગે છે. જેના કારણે તણાવ વધે છે અને તેનું પરિણામ ઘણું ખરાબ આવે છે. તો ચાલો જણાવી દઈએ કે, જો ગેરસમજને કારણે સંબંધોમાં તિરાડ પડવા લાગે તો તમે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરશો અને બોન્ડિંગને ફરીથી મજબૂત કરશો.
પાર્ટનરની વાત સાંભળો
જ્યારે પણ તમે પાર્ટનરને સવાલ કરો ત્યારે તમે તેમની આખી વાત બરાબર સાંભળો અને વચ્ચે બોલશો નહીં, તમે વાતચીતની વચ્ચે જ ઉશ્કેરાશો નહીં, ધીરજ રાખીને પહેલા પાર્ટનરની બધી વાત સાંભળો અને તેને સમજવાનો પ્રયાસ કરો.
મનમાં રાખવા કરતા ડાયરેક્ટ પૂછી લો
જો તમે કોઈના કહેવા પર તમારા પાર્ટનર પર શંકા કરી રહ્યા છો, તો સારું રહેશે કે તમે આ બાબતે સીધી તેમની સાથે વાત કરો. શાંતીથી રૂમમાં એકલા બેસીને તમારા મનના તમામ સવાલો સીધા જ પૂછો. આમ કરવાથી પાર્ટનરને પણ બધી ગેરસમજો સમજમાં આવી જશે અને તે પોતાની વાત પણ યોગ્ય રીતે કહી શકશે.
ભૂલો સ્વીકારો
જો બધી વાત સાંભળ્યા પછી તમને લાગે કે તમે ખોટું વિચાર્યું છે અને પાર્ટનર પર લગાવેલા આરોપ ખોટો છે તો પાર્ટનરની માફી માગો. જો તમને તમારા પાર્ટનર પર શંકા કરો છો અથવા તેમના પર વિશ્વાસ નથી કરતા, તો આ બાબત તમારા પાર્ટનરને દુઃખી કરી શકે છે. તેથી જ સારું રહેશે કે તમે માફી માગો અને તેમને માફીનો અહેસાસ કરાવો.
એકબીજા પર વિશ્વાસ રાખો
જો તમે એવું માનો છો કે તમારા પાર્ટનર તમારી સાથે જૂઠું જ બોલશે અથવા તમે તેના પર વિશ્વાસ નથી કરી શકતા તો તે તમારી ખોટી વિચારસરણી દર્શાવે છે. આવી સ્થિતિમાં તમે એકબીજા પર વિશ્વાસ રાખો. આરોપો લગાવવાને બદલે તમારા પાર્ટનરની વાત પર ભરોસો રાખો.