રિલેશનશિપમાં રીસાવવું-મનાવવુંએ પ્રેમનો ભાગ છે. પરંતુ ક્યારેક-ક્યારેક એવું થાય છે કે પાર્ટનર એટલા વધુ નારાજ થઇ જાય છે કે આપણને સમજ નથી પડતી કે આખરે પાર્ટનરને કેવી રીતે મનાવવા. એવામાં બહુ જરૂરી છે કે પાર્ટનરને સમયસર મનાવી લેવામાં આવે. નહીંતર વાત બગડી શકે છે. બીજી તરફ કેટલાક લોકો એવું વિચારે છે કે પાર્ટનર જાતે જ માની જશે. પરંતુ આમ કરવાથી તમારા પાર્ટનરના મનમાં એવો વિચાર આવી શકે છે કે આપને તેમની બિલકુલ કદર નથી. ત્યારે તમે કેટલાક સરળ ઉપાયો અજમાવી પાર્ટનરને મનાવવાની સાથે-સાથે તેને ઇમ્પ્રેસ પણ કરી શકો છો. રિલેશનશિપમાં આવનાર આ જ અંતરોને દૂર કરીને નવીનતા લાવવા અને પહેલા કરતા વધુ પ્રેમ વધારવા માટે અમે તમને કેટલીક સરળ ટિપ્સ અને ટ્રિક્સ જણાવી રહ્યા છીએ.
લોન્ગ ડ્રાઈવ પર જાવ
મોટાભાગના સંબંધોમાં અંતરનું એક કારણ પાર્ટનરને સમય ન આપવો હોય છે. ઘણીવાર ઝઘડા થવા પર તમારા પાર્ટનર તમને એ જ ફરિયાદ કરે છે કે તમે તેમને સમય નથી આપતા. એટલા માટે એ મહત્વનું છે કે તમે તેમની સાથે થોડો ક્વોલિટી ટાઈમ પસાર કરો. પાર્ટનર સાથે લાંબા વેકેશન પર જાઓ અથવા લોન્ગ ડ્રાઈવ પર જઈ શકો છો. આ દરમિયાન પાર્ટનરની સાથે એકલા સમય વિતાવો. તેમની સાથે વાત કરો અને તેમની વાત સાંભળો અને સમજો.
વખાણ કરો
રિલેશનશિપમાં નવીનતા અને એક્સાઇટમેન્ટ જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે તમારા પાર્ટનરના ચહેરા પર નાની-નાની વાતોથી સ્મિત લાવવાનો પ્રયત્ન કરો. સમય સમય પર તેમના વખાણ કરી શકો છો. પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે હગ કરો. તેમને કામમાં મદદ કરી શકો છો. જમવામાં તેમના માટે કંઈક સ્પેશિયલ બનાવી શકો છો.
સરપ્રાઈઝ ગિફ્ટ્સ આપો
ગિફ્ટ તમારી લાગણીઓને વ્યક્ત કરવાની એક સરસ રીત હોય છે. દરેક વ્યક્તિને ગિફ્ટ ગમતી હોય છે. આવામાં તમે કોઈ ખાસ તકની રાહ ન જુઓ પરંતુ સમય-સમય પર તેમને સરપ્રાઈઝ ભેટ આપો. ગિફ્ટ મોંઘી ભલે ન હોય પરંતુ તમારા પાર્ટનરને ચોક્કસ ગમશે.
રોક-ટોક ન કરો
રિલેશનશિપને મજબૂત બનાવવા માટે તમારા પાર્ટનરને થોડી સ્પેસ આપો. વધુ પડતું રોક-ટોક ન કરો. તેમના પર વિશ્વાસ રાખો. તમારા પાર્ટનરને પોતાનું સોશિયલ સર્કલ હોઈ શકે છે, મિત્રો હોય છે. તેમની સાથે તે સમય પસાર કરવા માંગે છે. તમારા રોક-ટોકથી તમારા બંનેના સંબંધોને બગડી શકે છે. તમારા પાર્ટનરના મિત્રો બનો.