કોઈપણ સંબંધને મજબૂત બનાવવા ઈમોશનલ બોન્ડ જરૂરી છે. સંબંધની શરૂઆતમાં તમામ કપલ એકબીજાની ફિલિંગનું પૂરું ધ્યાન રાખે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ પ્રેમ અને ઈમોશન ખતમ થઈ જાય છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે આમ જોવા મળે છે. ખુશહાલ અને મજબૂત સંબંધનો પાયો છે. પ્રેમ, ભરોસો અને સમજદારી. આ ત્રણેયમાંથી એકની પણ કમી જો સંબંધમાં જણાય તો સંબંધમાં વાદ વિવાદ અને ઝઘડા થવા સ્વાભાવિક છે. કેટલીક વખત તો એટલી હદે ઝઘડા વધી જાય છે કે સબંધો તૂટવાની અણી સુધી પહોંચી જાય છે. જો તમારા જીવનમાં પણ આમ થઈ રહ્યું હોય તો આ ટિપ્સને અજમાવીને તમે પ્રેમ વધારી શકો છે.
સન્માન આપો
એકબીજાની લાગણીઓને સમજવાથી આ સંબંધમાં મધુરતા જળવાઈ રહે છે. એકબીજાને સમાન દરજ્જો અને સન્માન આપો. એકબીજાનો સાથ આપો. ઘર અને બહારનું કામ સાથે મળીને સંભાળવાથી આ સંબંધ મધુર અને મજબૂત બને છે.
રોમાંટિક યાદો કરો તાજી
સૌથી સારી રીત પોતાની જૂની યાદો અને વાતોને ફરીથી યાદ કરવાનો છે. તમે પહેલી મુલાકાત કે પહેલી રોમાંટિક ડેટને યાદ કરો. પોતાની વાતોને પાર્ટનર સાથે શેર કરો અને તેમની પ્રશસાં કરો. પછી યાદોમાં ખોવાઈ જાવ અને ફરીથી તે લાઇફ જીવવાનું શરૂ કરી દો.
વિશ્વાસ રાખો
પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મુખ્યત્વે પ્રેમ અને વિશ્વાસ પર આધારિત છે. એટલા માટે તમારા જીવનસાથી પર ભરોસો રાખો અને હંમેશા પ્રેમથી તમારા જીવન-વેલાને મહેકાવતા રહો. સંબંધને ગાઢ અને મજબૂત કરવાની એક રીત એ છે કે એકબીજાને જેમ છે તેમ સ્વીકારો. એકબીજાની ક્ષમતાઓને ઓળખો અને પ્રેમથી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરો. જે લોકો રસ્તામાં આવનારી મુશ્કેલીઓને હસતા હસતા સહન કરે છે, તેઓ પોતાનું જીવન ખુશીથી જીવે છે.
શરમ-સંકોચ દૂર કરો
પતિ-પત્નીને ભાવનાત્મક રીતે એકબીજા સાથે સંકળાયેલા રહેવા માટે શરમ-સંકોચ દૂર કરવા જોઈએ. બંને એકબીજા સામે દરેક વાતનું સન્માન કરો. અનેક વખત લોકો બાળકો મોટા થઈ ગયા હોવાથી રોમાંટિક સમય નીકળી ગયો છે તેમ વિચારતા હોય છે પરંતુ એવું નથી હોતું. એકબીજા પ્રત્યે પ્રેમ ક્યારેય ઓછો ન થવો જોઈએ.
હંમેશા વફાદાર રહો
જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ વગેરે જેવા ખાસ પ્રસંગોએ તમારા જીવનસાથીને શુભેચ્છા આપવાનું ભૂલશો નહીં. એકબીજાના કામ કે કોઈપણ પ્રકારની સિદ્ધિની પ્રશંસા કરવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. જીવનસાથીના માતા-પિતા અને સંબંધીઓનું સન્માન કરો. જ્યારે જીવનસાથી બીમાર હોય ત્યારે તેમની કાળજી લો. તમારા જીવનસાથી પ્રત્યે હંમેશા વફાદાર રહો.