Relationship
બ્રેકઅપ પછી પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે? જાણો કેમ આશા ના છોડવી પ્રેમની
પ્રેમ એક અદભુત અનુભવ છે, જે બે અલગ-અલગ વ્યક્તિને એકસાથે લાવે છે. જોકે પ્રેમ દરેક વ્યક્તિ માટે સમાન નથી હોતો. કેટલાક લોકો પ્રેમમાં સફળ થઈ જાય છે અને સાથે મળીને સુંદર પળો પસાર કરે છે તો કેટલાક લોકોને પ્રેમમાં ખરાબ યાદો અનુભવવાનો વારો પણ આવે છે. કોઈને પ્રેમ કરવો તો સરળ છે, પરંતુ તે સંબંધમાં સાથે રહેવું, જીવનના ઉતાર-ચઢાવ દરમિયાન સાથ આપવો ખૂબજ મુશ્કેલ હોય છે. કેટલાક લોકોમાં ધીરજ ઓછી હોય છે. જેના કારણે તેઓ સંબંધોને ખતમ કરવામાં જ ભલાઈ સમજે છે. દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ તો આવે જ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, જૂના સંબંધો ખતમ કરી નાખવામાં આવે. વ્યક્તિએ આશા ખોવાની જગ્યાએ નવા જોશ સાથે આગળ વધવું જોઈએ અને સંબંધને ખતમ કરતાં પહેલાં એકવાર વિચારવું જોઈએ. ચાલો જાણીએ પ્રેમ છોડવાનો અર્થ શું છે અને આવું કેમ ન કરવું જોઈએ.
પ્રેમ છોડવાનો શું અર્થ છે
જીવનમાં ઘણી વાર એવા અપ્રિય અનુભવોનો સામનો કરવો પડે છે, જ્યાર બાદ વ્યક્તિ નિરાશાવાદી બનવા લાગે છે અને પોતાની જાતને એકલી સમજવા લાગે છે. તમે ભલે સોશિયલ મીડિયા અને લોકોથી પીછો છોડાવી લો, પરંતુ ક્યારેક-ક્યારેક તેનો સામનો કરવો પડે છે. પ્રેમ છોડવાથી વ્યક્તિ એકલી પડી જાય છે. એવું માનવામાં આવે છે કે, પ્રેમ જ વ્યક્તિને દુ:ખ આપે છે, પરંતુ સત્ય એ જ છે કે, પ્રેમજ બધુ ઠીક પણ કરે છે. સંબંધોને જાળવી રાખવા માટે સત્યને સ્વિકારો અને આશાને ખોયા વગર આગળ વધો.
દરેક અનુભવ એક સરખો નથી હોતો
દરેક સંબંધ કે અનુભવ એકસરખો નથી હોતો. દિલ તૂટ્યા બાદ ઘણા લોકોને સંબંધો પરથી જ વિશ્વાસ ઊઠી જાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, દરેક સંબંધનો અનુભવ એકસરખો હોય. બની શકે છે કે, આગળ પણ તમારે આવા અનુભવનો સામનો કરવો પડી શકે, પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ અનુભવો જ તમને મજબૂત બનાવશે અને સ્થિતિને આંકવામાં મદદ કરશે.
આ જ છે યોગ્ય સમય
શું તમે ક્યારેય તમારી જાતને પૂછ્યું છે કે, શું ખરેખર તમે પ્રેમ માટે તૈયાર છો? કોઈપણ સંબંધમાં બંધાતાં પહેલાં વિચાર કરી લો કે, તેની સાથે આખું જીવન પસાર કરી સકશો કે નહીં. પ્રેમના ઈઝહાર કે આગળા વધવા માટે યોગ્ય સમય દર્શાવતી કોઈ ઘડિયાળ નથી હોતી. આ માટે પોતાની જાતમાં વિશ્વાસ રાખો અને નવા સંબંધો માટે તૈયાર રહો. તમારે જરૂર છે ધીરજ રાખવાની અને ઉત્સુકતાથી કોઈની રાજ જોવાની. યાદ રાખો કે, તમારે ફરીથી પ્રેમ પર વિશ્વાસ કરવા માટે બસ એક સાચા સંબંધની જરૂર હોય છે.
પ્રેમ તમને ખુશ રહેતાં શીખવાડે છે
બીજાંનો પ્રેમ મેળવવાથી અને બીજાને પ્રેમ આપવાથી વ્યક્તિ ખુશ રહે છે. તેનાથી એકલતાનો અનુભવ નથી થતો અને જીવન જીવવાની મજા આવે છે. જ્યારે તમે પ્રેમને છોડી દો ત્યારે આ અદભુત અહેસાસ પણ જતો રહે છે, એટલે પ્રેમને છોડતાં પહેલાં એકવાર ચોક્કસથી વિચારી લેવું જોઈએ.
પ્રેમ કરવાની રીત હોઈ શકે છે અલગ-અલગ
દરેક વ્યક્તિની પ્રેમ કરવાની રીત અલગ હોય છે. કોઈને સ્પર્ષ કરીને પ્રેમ દર્શાવવો ગમે છે, તો કોઈણે મદદ કરી પ્રેમ દર્શાવવો ગમે છે. એ જરૂરી નથી કે, તમને જે રીતે ગમે એ જ રીતે સામેની વ્યક્તિ પણ પ્રેમ કરે. તેનો અર્થ એ નથી કે તે તમને પ્રેમ નથી કરતી. નિરાશ થવાની જગ્યાએ સામેની વ્યક્તિના પ્રેમને સમજો અને આગળ વધો.
કોઈ કારણે એકસાથે મળો
દરેક વ્યક્તિ સાથે પ્રેમ નથી થતો. સાથે રહેવા અને મળવા પાછળ કોઈ ચોક્કસ કારણ તો હોય જ છે. સંબંધોને જાળવી રાખવા માટે એકબીજાના સકારાત્મક ગુણોને જુઓ અને નકારાત્મક પહેલુઓ પર કામ કરો. કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી તો હોય જ છે. પ્રેમને છોડવાની જગ્યાએ એ જાણવાનો પ્રયત્ન કરો કે, કોઈપણ સ્બંધમાં અધીરી આશાઓ કેવી રીતે પૂરી કરવી.
કોઈને પ્રેમ કરવો સરળ છે, પરંતુ તેની સાથે એટલો જ ગાઢ સંબંધ જાળવી રાખવો અને સંબંધને મજબૂત બનાવવો થોડો મુશ્કેલ છે, પરંતુ કોઈપણ સંબંધને તોડવો બહુ સરળ છે. એ સત્ય છે કે, જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ કોઈપણ નિર્ણય પર પહોંચતાં પહેલાં આ બાબતો પર ધ્યાન આપવું પણ જરૂરી છે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.