લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજના સમયમાં નોકરી ગુમાવવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. મોટી-મોટી કંપનીઓમાંથી કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે. આ અંગેના સચાચાર સતત સામે આવી રહ્યા છે. તેથી નોકરીને લઈને ચિંતા થવી સ્વાભાવિક છે. થોડા મહિના અગાઉ કરાયેલા સર્વે સામે આવ્યું હતું કે દર ચારથી એક ભારતીયને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે, તો 75 ટકા ભારતીયો બેફામ રીતે વધી રહેલી મોંઘવારીથી પરેશાન છે. આવીસ્થિતિમાં જો આ સમયે તમને પણ નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે તો અમે તમને કેટલી એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેને ફોલો કરીને તમે તમારા આ ડરને દૂર કરી શકો છો.
કરિયરને લઈને સતાવી રહેલા ડરને દૂર કરવાની ટિપ્સ
- ઝડપથી બદલાઈ રહેલા આ સમયમાં તમારે નવી વસ્તુઓ શીખતા રહેવું જોઈએ. એ વસ્તુની રાહ ન જુઓ કે જ્યારે સમય આવે ત્યારે કંઈક નવું શીખી લઈશું. તમારે દરરોજ તમારી જાતને નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર કરતી રહેવી જોઈએ. તેનાથી તમારી અંદર આત્મવિશ્વાસ વધશે અને તમે બદલાતી દુનિયાની સાથે અપડેટ રહેશો. સમયની સાથે નવી વસ્તુઓ શીખવાથી તમારો ડર દૂર થઈ શકે છે.
- ડર પર કાબૂ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે કે તમારી પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરવો. જો તમને તમારા પર વિશ્વાસ છે તો જ તમે તમારા માટે કંઈક સારું વિચારી શકો છો. ક્યારેક આ ડર આપણા પર એવી રીતે હાવી થઈ શકે છે કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કેટલા સક્ષમ છીએ. એકવાર જો આપણે આપણી ક્ષમતા પર વિશ્વાસ કરવાનું બંધ કરી દઈએ છીએ, તો તેનાથી આપણને પોતાને જ સ્ટ્રેસ થાય છે અને આપણે યોગ્ય પ્લાન નથી કરી શકતા.
- ડરનો સામનો કરવા માટે સૌથી જરૂરી છે કે તમે આ વસ્તુઓને સમજો કે તમે દરેક વસ્તુ કંટ્રોલ કરી શકતા નથી. તમારે એવી વસ્તુઓ પર તમારી એનર્જી ન લગાવવી જોઈએ જેને તમે કંટ્રોલ કરી શકતા નથી. આમ કરવાથી તમે ફક્ત તમારી એનર્જીનો જ વ્યય કરો છો. ડરનો સામનો કરવા માટે તમારે ફક્ત તે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે તમારા કંટ્રોલમાં છે.
- ડરને દૂર કરવા માટે તમારી પાસે દૂરદર્શિતાની સાથે સાથે સૂક્ષ્મદ્રષ્ટિ પણ હોવી જરૂરી હોય છે. તમારી પાસે આ વસ્તુઓની ક્ષમતા હોવી જોઈએ કે તમે આજે જે કામ કરી રહ્યા છો તેના પર ઝીણવટભરી નજર હોવી જોઈએ. આ ઉપરાંત જે કામ તમે કરી રહ્યા છો તેનાથી આવનારા વર્ષોમાં તમારા પર શું ફરક પડશે તેની સમજ પણ તમને હોવી જોઈએ. દૂરદર્શિતાથી તમે આ બાબતનું મૂલ્યાંકન કરી શકો છો કે તમે જે કામ કરી રહ્યા છો તેનાથી તમારા ભવિષ્યમાં શું ફરક પડી શકે છે.
- જ્યારે તમે કોઈ તણાવ હોવ છો અથવા ડરમાં હોવ છો, ત્યારે ઘણીવાર તમે તમારી પોતાની ઉપર ધ્યાન આપવાનું બંધ કરી દો છો. તમારે આમ કરવાનું ટાળવું જોઈએ કારણ કે જ્યારે તમે તમારા પોતાના પર ધ્યાન નથી આપતા તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે અને તમને કોઈ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તેનાથી તમારો સમય ખરાબ થાય છે અને તમે વધુ તણાવ લેવા લાગો છો. કોઈપણ ડર પર કાબૂ મેળવવા માટે સૌથી જરૂરી સ્ટેપ છે ખુદને પ્રેમ કરવાનું ક્યારેય પણ ભૂલવું નહીં.