દરેક રિલેશનશિપમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે. શરૂઆતમાં જે ઊંડી લાગણીઓ અને પ્રેમ હોય છે તે સમય સાથે ઘટતો જાય છે. સંબંધોમાં સ્થિરતા આવવા લાગે છે. જીવનમાં પ્રેમ અને રોમાન્સ ભોજન જેટલો જ જરૂરી છે. લગ્નના થોડાં વર્ષો પછી કપલને એવું લાગે છે કે તેમનું લગ્ન જીવન બોરિંગ થઇ ગયું છે. જો આવું તમને પણ લાગતુ હોય તો તમારે તમારા સંબંધમાં મીઠાસ લાવવી જરૂરી છે. આજના આ લેખમાં અમે આપને કેટલીક ટિપ્સ જણાવીશું. જેને અપનાવીને તમે તમારા લગ્ન જીવનને ફરી પહેલા જેવું રોમેન્ટિક બનાવી શકો છો. ચાલો જાણીએ તમે તમારા લગ્ન જીવનને કેવી રીતે સુધારી શકો છો, જેથી કરીને તમે તમારા ફોન સાથે નહીં પણ તમારા જીવનસાથી સાથે વધુ સમય વિતાવી શકો છો.
પોતાના પર ધ્યાન આપો
લગ્નના થોડા વર્ષો પછી અને ક્યારેક મહિનાઓ પછી જ લોકો આ વાતની કાળજી રાખવાનું છોડી દે છે કે તેઓ તેમની પત્ની અથવા પતિની સામે સારા દેખાઈ રહ્યા છે કે નહીં, જે સાચું પણ છે, પરંતુ ધીમે ધીમે તમારા પાર્ટનર માટે તમારામાં પ્રેમ શોધવો મુશ્કેલ બની જાય છે. તમે તમારી જાતને જેટલી વધુ સુંદર રાખશો, તેટલા જ તમે તમારા પાર્ટનરને પણ આકર્ષિત કરી શકશો.
કેન્ડલ લાઈટ ડિનર અથવા રોમેન્ટિક મૂવી નાઈટ
લગ્ન પછી એવું લાગે છે કે આપણે દરરોજ સાથે જ રહીએ છીએ તો ડેટની શું જરૂર છે. પરંતુ તમારે દર મહિને અથવા પખવાડિયામાં એકવાર ડેટનો પ્લાન બનાવવો જોઈએ. તમે આ ડેટ માટે બહાર પણ જઈ શકો છો, ઘરે કેન્ડલ લાઈટ ડિનર અથવા રોમેન્ટિક મૂવી નાઈટ પણ પ્લાન કરી શકો છો, પસંદગી તમારી છે.
પ્રેમથી સમજાવો
જ્યારે તમે તમારી પત્ની અથવા પતિને વાત-વાત પર ટોકો અથવા તેમની ભૂલો જ બતાવતા રહો છો તો તેની અસર તમારા સંબંધો પર પણ પડે છે. સુખી જીવન માટે તે જરૂરી છે કે પાર્ટનર નાની ભૂલો પર એકબીજાનો મૂડ ન બગાડે અને એકબીજાની ખરાબ ટેવો સ્વીકારવાનો પ્રયાસ કરે. ફરિયાદોને પ્રેમ પર હાવી ન થવા દો. જો કોઈ ભૂલ હોય તો પાર્ટનરને પ્રેમથી સમજાવો, તેનાથી વિવાહિત જીવનમાં ઝઘડા ઓછા થશે અને ખુશીઓ આવશે.
વાત કરવા માટે સમય કાઢો
ઓફિસ જવું, ઘરે આવ્યા પછી ફોનમાં લાગી જવું અને જમ્યા પછી સૂઈ જવાને જ તમારો રૂટિન ન બનાવો. એકબીજા સાથે વાત કરો અને તમારા દિવસની નાની-મોટી બધી વાતો શેર કરો.
બંને સાથે મળીને કોઈ નવી હોબી પસંદ કરો
તમે બંને સાથે મળીને કોઈ શોખ અથવા હોબી પસંદ કરી શકો છો, જેમ કે યોગ, ડાન્સ, ફોટોગ્રાફી કે બીજું કંઈક. આનાથી તમારી પાસે ચર્ચા કરવા માટે હંમેશા કંઈક નવું હશે અને તમે એકસાથે કંટાળાનો અનુભવ નહીં કરો.