વેલેન્ટાઈન ડે (Valentine's Day)ના દિવસે દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા ઈચ્છતી હોય છે. જો તમે પણ તમારા પાર્ટનરને ખાસ ફીલ કરાવવા ઈચ્છતા હોવ તો, કઈંક આ રીતે સેલિબ્રેટ કરો વેલેન્ટાઈન ડેને.
વેલેન્ટાઈન ડેના દિવસે દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા ઈચ્છતી હોય છે. જો તમે પણ વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને ખુશ કરવા ઈચ્છતા હોવ અને આ દિવસને ખાસ બનાવવાની તૈયારી કરી રહ્યા હોવ તો, આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. કેટલીક નાની-નાની બાબતોથી પણ તમે તમારા સંબંધોમાં નવો જીવ પૂરી શકો છો. આજે અમે તમને જણાવશું Valentine's Day ને ખાસ અને યાદગાર બનાવવાની ખાસ ટિપ્સ.
1) સાથે સમય પસાર કરો
તમારે તમારા પાર્ટનર સાથે સમય પસાર કરવો જોઈએ, કારણકે તેનાથી તમે તમારા સંબંધોમાં નવો જીવ પરોવી સકશો. તમે બંને મળીને સાથે રસોઈ બનાવી શકો છો અથવા ડાન્સ નાઈટમાં પણ જઈ શકો છો. આ સિવાય તમે તમારા પાર્ટનર સાથે ઈંડોર કે આઉટડોર ગેમ પણ પ્લાન કરી શકો છો.

2) આ રીતે કરો પ્રેમનો ઈઝહાર
તમારે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર જવું જોઈએ, જેથી તમે બંને એકસાથે જગ્યાને એક્સપ્લોર કરી શકો છો. જો તમે આખુ અઠવાડિયું વ્યસ્ત હોવ અને પાર્ટનર સાથે પસાર કરવા માટે સમય મળતો ન હોય તો ઘરમાં જ ચાની ચૂસ્કી સાથે થોડી ગપશપ કરી શકો છો અને તમારા પ્રેમનો ઈઝહાર કરી શકો છો.
3) વેલેન્ટાઈન ડે બનશે ખાસ
જો તમે તમારા પાર્ટનર સાથે ઘરે જ કઈંક ખાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો, ઘરને ખૂબજ સુંદર લેમ્પથી સજાવી શકો છો. વેલેન્ટાઈન ડે પર ઘરમાં ખૂબજ સુંદર રોમેન્ટિક ડેકોરેશન કરવા માટે લાઈટ કે મીણબત્તીનો ઉપયોગ કરો.
મીણબત્તીથી કરાવેલ સજાવટ સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. તમે તમારા ઘરના દરવાજાને મીણબત્તીઓથી સજાવી શકો છો. ગેટની આજુબાજુ અને ઘરની અંદર આવવાના રસ્તામાં મીણબત્તીઓ મૂકીને રસ્તો બનાવી શકો છો. મીણબત્તીઓથી બનાવેલ આ રસ્તો ખતમ થાય ત્યાં તમે ગિફ્ટ મૂકીને પાર્ટનરને સરપ્રાઈઝ કરી શકો છો.
4) લૉન્ગ ડ્રાઈવને બનાવો સ્પેશિયલ
વેલેન્ટાઈન ડે પર તમે પાર્ટનર સાથે લૉન્ગ ડ્રાઈવ પર જઈ શ~કો છો અને ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, તેનાથી તમારા સંબંધોની સુંદર યાદો બનશે અને તમને પાર્ટનર સાથે સમય પસાર કરવાની તક મળશે. આ ઉપરાંત પાર્ટનરને પણ બહુ સારું લાગશે અને તમે તેમની સાથે વાત કરવાની તક મળશે.
આ રીતે તમે તમારા વેલેન્ટાઈન ડેને ખાસ બનાવી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર ચોક્કસથી કરજો. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે.
image credit- freepik
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.