જો તમારાં તાજેતરમાં જ લગ્ન થયાં છે તો સાસરીમાં તમારી એક અલગ જ ઓળખ બનાવવી બહુ જરૂરી છે. આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેટલીક ભૂલો ન કરવી જોઈએ.
લગ્ન બાદ જ્યારે નવી દુલ્હન સાસરીમાં પ્રવેશે ત્યારે તેના મનમાં ઘણા સવાલો હોય છે. તેના મનમાં ઘણી આશાઓ હોય છે અને મનમાં આ આશાઓ પૂરી કરવાની ઈચ્છા તેને સાસરીમાં પોતાની અલગ જગ્યા બનાવવામાં મદદ કરે છે.
માત્ર દુલ્હનની જ નહીં, પરંતુ દુલ્હાની પણ જવાબદારી છે કે, કેવી રીતે એકબીજા સાથે સુમેળ સાધી રાખવો અને સંબંધોને મજબૂત બનાવી શકાય. પરંતુ જો તમે નવી દુલ્હન હોવ તો, તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાસરીને પોતાનું ઘર નહીં પરંતુ પોતાનું જ ઘર માની સંબંધો અંગે વિચારવું જોઈએ.
તો વાત રિલેશનશિપ એક્સપર્ટની કરવામાં આવે તો, તેઓ પણ ખાસ સલાહ આપે છે કે, નવી દુલ્હને કેટલીક ભૂલો તો ન જ કરવી જોઈએ. જેનાથી સંબંધો જન્મજન્માંતર માટે મજબૂત થઈ શકે છે. આજે Mimansa Singh Tanwar, Clinical Psychologist, Head Fortis School Mental Health Program જણાવી રહ્યાં છે, સાસરીમાં લાડકી વહુ બનવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

બીજાં સાથે તુલના ન કરવી
જો તમે તમારાં સાસરિયાં વચ્ચે તમારી જગ્યા બનાવવા ઈચ્છતા હોવ તો, તમારા માટે સૌથી મહત્વનું એ જ છે કે, કોઈપણ સંબંધની તુલના બીજા કોઈ સાથે ન કરવી જોઈએ. ખાસ કરીને પોતાના પતિની તુલના બીજા કોઈ સાથે ન કરવી જોઈએ. ક્યારેય પણ પાર્ટનર સાથે એવી કોઈ વાત ન કરવી કે, તેમના કરતાં વધારે સારું બીજું કોઈ હોઈ શકે છે. તમારા પાર્ટનરને સમજવાનો પ્રયત્ન કરો અને એકબીજા સાથે શક્ય એટલો વધારે સમય પસાર કરો. તેમના ઘરના રીતિ-રિવાજ શું છે અને તેમના ઘરમાં બધાને શું ગમે છે, એ જાણવાનો પ્રયત્ન કરો. કોઈ બીજાની તુલના કરવાથી તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે.
બહુ વધારે સવાલ-જવાબ ન કરવા
ક્યારેય પર પાર્ટનરને વધારે પડતા સવાલ ન કરવા. કોઈપણ સંબંધ માટે વિશ્વાસ ખૂબજ જરૂરી છે, એટલે જ પાર્ટનર પર વિશ્વાસ મૂકવો. કોઈપણ નાની વાત પર સવાલ-જવાબ ન કરવા અને કારણ વગર શક કરી સવાલ કરવાથી સંબંધો તૂટી શકે છે.
જો તમે આવું કરશો તો તેની અસર આખા પરિવાર અને સાસરીના લોકો પર પડશે. પાર્ટનરને થોડી સ્પેસ આપો અને તમારી બધી જ વાતો તેમની સાથે શેર કરો. ધીરે-ધીરે એકબીકા પર વિશ્વાસ મજબૂત થશે.
બહુ વધારે આશાઓ ન રાખવી
નવી દુલ્હન માટે ખૂબજ મહત્વનું છે કે, કોઈ પણ સંબંધમાં બહુ વધારે આશા ન રાખવી. તમારાં લગ્ન લવ મેરેજ હોય કે, અરેન્જ મેરેજ, તમે પતિ-પત્ની તરીકે સાથે રહો ત્યારે ઘણી વસ્તુઓ બદલાઈ જાય છે. જો તમે સંબંધોમાં પહેલાંની જેમ આશા રાખશો તો, સાસરીમાં પણ બધાં પાસે એવી જ આશા રાખશો અને તમને બધાંની ભૂલો દેખાશે. જેના કારણે કોઈ કારણ વગર તમારા સંબંધો તૂટશે.
લડાઈ-ઝગડા હેન્ડલ કરતાં શીખો
કોઈપણ પરિણીત કપલમાં ગમે તેટલો પ્રેમ હોય તો પણ, ક્યારેક ને ક્યારેક તો ઝગડા થાય જ છે. તમારા માટે સૌથી મહત્વનું એ જ છે કે, ઝગડાને કેવી રીતે હેન્ડલ કરવા. આ માટે ક્યારેલ ઈમોશનલ બનીને નિર્ણય ન લેવા અને ઝગડો પૂરો ન થાય ત્યાં સુધી તેને સારા કેવી રીતે બનાવવા એ અંગે વિચારો.
આ ઉપાયથી પતિ સાથેના તમારા સંબંધો તો ઠીક રહેશે જ સાથે-સાથે સાસરીમાં તમારી ઓળખ બનાવવામાં પણ મદદ કરશે. કોઈપણ લડાઈ-ઝગડામાં કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ.
તમારા સંબંધો અંગે સૌની સાથે વાત ન કરો
તમારા અને તમારા પાર્ટનર વચ્ચે જે પણ વાત થાય તેના વિશે સૌને ન જણાવવું જોઈએ. જો તમે કોઈ બાબતે એકબીજાથી નિરાશ હોવ તો, તમારી નિરાશાની જાણ સાસરીયાંને ન થવા દેવી. ક્યારેય પાર્ટનરની કોઈ ખરાબ આદત વિશે મિત્રો કે સંબંધીઓને ન જણાવો.
લગ્નનાં શરૂઆતનાં કેટલાંક વર્ષો ખૂબજ મહત્વનાં હોય છે અને નવી દુલ્હન આ સમયે પોતાની સૂજ-બૂજથી સંબંધોની ડોર બાંધી સંબંધોને જીવનભર માટે મજબૂત બનાવી શકે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય તો, તેને ફેસબુક પર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે. તમારાં મંતવ્યો અમને જણાવો કમેન્ટ કરી.
images: freepik.com
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.