જો તમારા પતિ તમારી લાગણીઓને સમજતા ન હોય તો એવામાં તમે સંબંધોને હેન્ડલ કરવા માટે આ ટિપ્સની મદદ લઈ શકો છો.
એક સંબંધને સફળ બનાવવા માટે ઘણી વસ્તુઓની જરૂર પડે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સમજણ હોવી ખૂબજ મહત્વની છે. આ સિવાય એક મહત્વનો પહેલુ છે, એકબીજાને સન્માન આપવું, જેના વગર કોઈ પણ સંબંધ ગાઢ બનવા, લાંબા ચાલવા શક્ય જ નથી. તમે ભલે તમારા પતિને બહુ પ્રેમ કરતા હોવ, પરંતુ જો તેઓ તમારી લાગણીને માન આપતા ન હોય તો, આ સંબંધો લાંબા ટકવા મુશ્કેલ બની જાય છે.
બની શકે છે કે, તમે આ બાબત પર વધારે ધ્યાન આપતા ન હોવ અથવા તેની જરૂરિયાતને સમજતા ન હોવ. એવામાં એ તમારી જવાબદારી બની જાય છે કે, સ્થિતિને વધારે જવાબદારીપૂર્વક હેન્ડલ કરો. તો ચાલો, આજે આ લેખમાં કેટલીક સરળ ટિપ્સથી જાણીએ આ પરિસ્થિતિને સરળતાથી કેવી રીતે હેન્ડલ કરવી અને પતિના મનમાં પોતાના માટે સન્માન કેવી રીતે ઉત્પન્ન કરવું.

પહેલાં પોતાની જાતને માન આપતાં શીખો
જો તમે ઈચ્છતા હોવ કે તમારા પાર્ટનર તમારી લાગણીઓનું સન્માન કરે તો, પહેલાં તો તમારી જાતનું સન્માન કરતાં શીખો. આ સૌથી પહેલું અને મહત્વનું સ્ટેપ છે. જ્યારે તમે તમારું પોતાનું અને પોતાની મર્યાદાનું સન્માન કરશો ત્યારે તમારા પતિને પણ તેના સંકેત મળશે અને તેઓ પણ પોતાની રીત સુધારશે. તેમને એ વાતનો અહેસાસ થશે કે તેમણે પોતાનો વ્યવહાર કેવો કરવો જોઈએ.
સાથે-સાથે એ પણ નક્કી કરવું કે, એ કઈ મર્યાદાઓ છે, જેને તમે પાર ન કરી શકો. જેમ કે, જો તમારા પતિ જોઈ અપમાનજનક વાત કરતા હોય તો, તરત જ તેમને ટોકો. સાથે-સાથે તમે પણ એ વસ્તુઓ માટે ના કહેવાનું પણ શીખી જાઓ, જેને તમે કરવાનું ન ઈચ્છતા હોવ. જેથી તેઓ તમને ડોરમેટ સમજવાનું છોડી દેશે.
કારણોને સમજવાનો પ્રયત્ન કરો
જો તમારા પતિ તમારી લાગણીઓને માન ન આપતા હોય તો, તેની પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. બની શકે છે કે, બાળપણથી તેમની પરવરિશ એ જ રીતે થઓ હોય, જેમાં પુરૂષોને સર્વોચ્ચ સ્થાન જ આપવામાં આવ્યું હોય. એવી પરવરિશમાં મોટાં થતાં બાળકો મોટાભાગે પત્નીની ભાવનાઓનું સન્માન નથી કરતાં.
આ સ્થિતિમાં પતિની વિચારસરણી બદલવા માટે પ્રોફેશનલ હેલ્પની જરૂર પડી શકે છે. તો બીજી તરફ જાણતાં-અજાણતાં આપણે ઘણીવાર પતિનું દિલ પણ દુભાવીએ છીએ, ત્યારબાદ તેઓ આપણું સન્માન કરવાનું છોડી દે છે. આ સ્થિતિમાં તમારે પહેલાં તો તમારો વ્યવહાર બદલવો જોઈએ.

વાતચીતથી સમજાવો પોતાની લાગણી
ઘણીવાર પુરૂષો અજાણતાં પોતાની પત્નીની ભાવનાઓની કદર નથી કરતા. તો બીજી તરફ પત્ની પણ અપમાનનો ઘૂંટડો પી જાય છે. આ સ્થિતિમાંથી બહાર આવવાની સૌથી સારી રીત એ છે કે, તમે પતિ સાથે આ બાબતે વાત કરો. તેમને જણાવો કે તેમની કઈ બાબતોથી તમને દુ:ખ લાગે છે.
ક્યારેક-ક્યારેક પુરૂષો તેને મજાકમાં લઈ લે છે. આ સ્થિતિમાં જો યોગ્ય રીતે વાતચીત કરવામાં આવે તો ઘણા અંશે પરિસ્થિતિને બદલવામાં મદદ મળી શકે છે.
પ્રોફેશનલ મદદ લો
ઘણીવાર એવું પણ બને છે કે, આપણે વાતચીત મારફતે પાર્ટનરની વાત સમજી શકતા નથી. આ સ્થિતિમાં સંબંધોમાં તણાવ વધતો જ જાય છે, એટલે જ પતિને પોતાના દિલની વાત સમજાવવા માટે કોઈ ત્રીજી વ્યક્તિની મદદની જરૂર પડે છે. આ સ્થિતિમાં તમે કોઈ રિલેશનશિપ કાઉન્સેલરની મદદ લઈ શકો છો, અને સંબંધોમાં ઊભી થયેલ સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકો છો.
તો હવે તમે પણ આ ટિપ્સ અપનાવો અને તમાના લગ્નજીવનએ ખુશનુમા બનાવો.
આ આર્ટિકલ અંગેનાં મંતવ્યો અમને કમેન્ટ કરી જણાવવાનું ચૂકતા નહીં. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર ચોક્કસથી કરજો અને આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે.
Image Credit- freepik
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.