પાર્ટનર સાથે થઈ ગયો હોય ઝગડો તો કઈંક આ રીતે કરો વાતની શરૂઆત
Connect with us

Relationship

પાર્ટનર સાથે થઈ ગયો હોય ઝગડો તો કઈંક આ રીતે કરો વાતની શરૂઆત

Published

on

જો તમારો પાર્ટનર સાથે વારંવાર ઝગડો થતો હોય તો આ રીતોથી તમે પણ સમાધાનનો પ્રયત્ન કરો.

પતિ-પત્ની કે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે વારંવાર ઝગડા થવા સામાન્ય બાબત છે. ક્યારેક-ક્યારેક તો ઝગડા એટલી સામાન્ય બાબતે થઈ જાય છે કે, સમજાતું જ નથી કે શું કરવું. વાસ્તવમાં ઝગડા થાય એ સમયે તો આપણને એટલું ખરાબ નથી લાગતું, પરંતુ ઝગડા બાદ એમ જ લાગે છે કે, કોઈપણ રીતે સમાધાન થઈ જાય તો સારું. પણ હવે ઈગોનું શું કરવું, જેના કારણે એકબીજા સાથે વાત જ બંધ થઈ જાય છે.

સૌથી મહત્વનું તો એ છે કે, કોઈ બાબતે તમારો ઝગડો થયો પણ હોય તો તમારે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો બંનેમાંથી કોઈપણ પાર્ટનર તેના સમાધાન માટે આગળ નહીં આવે તો વાત વધારે વણસી શકે છે. એટલે જરૂરી છે કે પહેલ કરો. જો તમારો પાર્ટનર સાથે ઝગડો થયો હોય અને ઝગડો સતત વધી જ રહ્યો હોય તો, તો તેને હલ કરવા માટે નીચે મુજબના ઉપાય અજમાવી શકાય છે.

  1. પાર્ટનરને સમય અને સ્પેસ આપો
    જો ઝગડો બહુ વધારે વધી ગયો હોય અને શાંત થવાની કોઈ શક્યતા જ દેખાતી ન હોય તો પાર્ટનરને થોડો સમય અને સ્પેસ આપો, જેથી તેને ગુસ્સો શાંત થવા માટે થોડો સમય મળી શકે. જો તમે બંને ગુસ્સામાં હોવ અને તે જ સમયે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો વાત વધારે વણસી શકે છે. આવા સમયે એવી કોઈ વાત પણ મોંમાંથી નીકળી શકે છે, જે ન નીકળવી જોઈએ. એટલે જરૂરી એ જ છે કે, તમે તમારા પાર્ટનરને સમય અને સ્પેસ બંને આપો.
  2. પહેલાં વાત કરવાનો પ્રયત્ન કરો
    તમારે સૌથી પહેલાં વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બોલચાલ બંધ હોય તો, ક્યાંકથી તો વાત કરવાની શરૂઆત કરો. નાની-નાની વાતે થયેલ ઝગડા ઘણીવાર મોટું સ્વરૂપ લઈ લે છે, એટલે ભલાઈ એમાં જ રહેશે કે, તમે તમારા ઈગોને એકબાજુ મૂકીને પહેલ કરો. એ વાત તમારે સમજવી જ પડશે કે, ઝગડો હંમેશાં વાતચીતથી જ હલ થાય છે.

સમય અને સ્પેસ આપવી જરૂરી છે, પરંતુ મર્યાદા કરતાં વધારે સમય અને સ્પેસ પણ એક ભૂલ છે. વાત કરવાથી જ સમાધાન મળશે.

  1. પોતાની વાત બનાવવાની જિદ હંમેશાં ન કરવી
    જરૂરી નથી કે, ઝગડામાં હંમેશાં કોઈ એકની જ ભૂલ હોય. મોટાભાગની મહિલાઓ ઝગડા સમયે પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરે છે અને હંમેશાં એમજ વિચારે છે કે, તે સાચી જ છે. આવું પુરૂષો સાથે પણ થાય છે અને સંબંધોમાં જો કોઈ એક પાર્ટનર બીજા પર પોતાની મરજી થોપવાનો પ્રયત્ન કરે તો તે ખોટું ગણાય. પોતાની વાત મનાવવાની જિદમાં જ મોટાભાગના ઝગડાનું સમાધાન નથી આવતું.
  2. માફી માંગવાથી કોઈ નાનું નથી થતું
    આ સાવ સાધારણ વાત છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. માફી માંગવી બહુ વધારે મુશ્કેલ હોય છે અને લોકો તેને જેટલી નાની વાત સમજે છે એટલી નાની નથી આ. તમારે તમારા પાર્ટનર સામે માફી માંગવા માતે તમારા ઈગોને એકબાજુ મૂકવો પડશે. ઘણીવાર લોકો પ્રયત્ન તો કરે છે, પરંતુ તરત કરી શકતા નથી. સૌથી પહેલાં તો એ વાત સમજો કે, જો ભૂલ તમારી હોય તો પહેલ પણ તમારે જ કરવી પડશે.
  3. ઝગડો કેમ કર્યો એ વાત પકડી બહાનાં ન કાઢો
    જો તમારા વારંવાર ઝગડા થતા હોય તો, એ વાતને પકડી બહાનાં બતાવવાનો પ્રયત્ન ન કરવો. એ સમજવું સૌથી જરૂરી છે કે, ઝગડા કેમ થઈ રહ્યા છે. જો તમે બહાનાં જ બતાવ્યા કરશો તો, શું થયું, કેમ થયું વગેરે તો ઝગડાનું સમાધાન થવાની જગ્યાએ વધતા રહેશે. જો તમે ઝગડો કર્યો અને કઈં ખોટું કહ્યું હોય તો તેને સ્વિકારતાં પણ શીખો.
  4. ઝગડા પર નહીં સંબંધો પર વધારે ધ્યાન આપો
    જો તમારા વારંવાર ઝગડા થતા હોય તો, તમારે સંબંધો પર વધારે ફોકસ કરવાની જરૂર છે. ઝગડા અંગે જ વિચારતા રહેશો તો, આગળ વધી જ નહીં શકો. આની જગ્યાએ તમારે સંબંધો પર ધ્યાન આપવું જોઈએ, જેનાથી તમારા સંબંધો આગળ જતાં વધારે સારા બનશે.

જો તમારા સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય તો કપલ્સ થેરેપી પણ સારો વિકલ્પ છે. તમારે બસ ટ્રાય કરવાનો છે કે, આ થેરેપી કામ કરે છે કે નહીં, આવી બાબતોમાં કોઈ એક્સપર્ટની સલાહ ખૂબજ કારગર નીવડે છે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો, તેને શેર કરવાનું ન ભૂલતા. આવી જ વસ્તુ સ્ટોરીઝ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

Download APP

ગુજરાત

Vadodara2 કલાક ago

Vadodara News: આગળ જતી ટ્રક રિવર્સ આવતા ગભરાયેલા કાર ચાલકે બ્રિજ નીચે કૂદકો માર્યો, ઘટના સ્થળે જ મોત

વડોદરા.આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુમાડ ચોકડી નજીક અમદાવાદ તરફ જતા બ્રિજ...

Surat3 કલાક ago

Surat News: RTO દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઈ-ઑક્સન થશે

Surat News: સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝનાં GJ-05-CW સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં...

Surat3 કલાક ago

Surat News: 108ની ટીમની સરાહનીય કામગીરી, બાળકના ગળામાં નાળ ફસાયેલી હાલતમાં ડિલિવરી કરાવી

Surat News: સુરતમાં 108ની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 108ની ટીમે એમ્બ્યુલન્સની અંદર જ સફળ ડિલિવરી કરાવી હતી. ગર્ભવતી...

યર એન્ડર 2022

Jagran Special1 મહિનો ago

યર એન્ડર 2022: 5G, ડિજિટલ રૂપિયાની ભેટ, થોમસ કપની ખુશી, અગ્નિવીર યોજનાનો પ્રારંભ, અગ્નિ-5નું સફળ પરીક્ષણ

પ્રાઇમ ટીમ, નવી દિલ્હી.કોવિડ-19ના પડછાયા સાથે આવેલું વર્ષ 2022 ઘણી સિદ્ધિઓ માટે જાણીતું હશે. દુનિયાની વાત કરીએ તો તેની વસ્તી...

Business1 મહિનો ago

Year Ender 2022: Hatchback, Sedan, MPV અને SUV સેગમેન્ટમાં આ કારોનો રહ્યો દબદબો, જુઓ કોણે મારી બાજી

અમદાવાદ. Auto Desk:આ વર્ષ 2022 વાહન નિર્માતા કંપનીઓ માટે શ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે લોકોએ જોરદાર રીતે કારની ખરીદી કરી...

entertainment1 મહિનો ago

Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું 2023નું નવુ વર્ષ કેવું રહેશે, જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ફળકથન

અક્ષત પંડ્યા, અમદાવાદ. Deepika Padukone Horoscope 2023: બોલીવૂડ જગતની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ 2022માં સતત ચર્ચામાં રહી છે. મોટા પડદે...

લાઇફસ્ટાઇલ

Health21 કલાક ago

આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે બાળકોને થઈ શકે છે ઊંઘ ન આવવાની સમસ્યા

શું તમારા બાળકને પણ રાત્રે ઊંઘ નથી આવતી? બની શકે છે કે, તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ભૂલ કરી રહ્યા હોવ....

Food20 કલાક ago

એક્સપર્ટ પાસેથી જાણો, કયાં ફળોને છોલીને અને કયાં ફળોને છોલ્યા વગર ખાવાં જોઈએ?

કેટલાંક ફળ એવાં હોય છે, જેને છોલ્યા વગર જ ખાવાં જોઈએ. આજે એક્સપર્ટના મંતવ્ય અનુસાર જાણો ફળોને ખાવાની સાચી રીત....

Health20 કલાક ago

શું સૂપમાં શાકભાજીને ઉકાળવાથી પોષક તત્વો ખતમ થઈ જાય છે? જાણો ન્યૂટ્રિએન્ટ્સ બચાવવાની ટિપ્સ

પાણી સાથે શાકભાજીને વધારે સમય સુધી ઉકાળવાથી તેનાં પોષક તત્વો ખતમ થઈ શકે છે. શિયાળામાં બીમારીઓથી બચવા અને શરીરને અંદરથી...

બિઝનેસ

Business4 કલાક ago

Layoff in Byju’s: ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરર Byju’sમાં કર્મચારીઓ પર છટણીની કાતર ફરી, એક હજાર લોકોને નોકરીમાંથી કાઢ્યાં

Layoff in Byju’s: વિશ્વની સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી એડટેક કંપની અને ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરર બાયજૂસ (Byju’s)એ ફરી એક વખત...

Business7 કલાક ago

Union Budget 2023: બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા યુનિયને બજેટ 23-24નું સ્વાગત કર્યું; કહ્યું- તે ભારતને સમૃદ્ધિના માર્ગ પર લઇ જશે

Budget 2023: ભારતીય બાંધકામ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા બિલ્ડર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (BAI) એ બુધવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં...

Business8 કલાક ago

Gold-Silver Price Today: સોના-ચાંદી બજારમાં સર્જાયો ઈતિહાસ, સોનાના 10 ગ્રામ દીઠ ભાવ એક હજાર વધી પ્રથમ વખત 60 હજારને પાર

Gold-Silver Price, 02 February Thursday: વર્ષ 2023-24 માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી (Customs duty) વધારવામાં આવતા...

share icon