લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જ્યારે કોઈ કપલના નવા-નવા લગ્ન થયા હોય છે, ત્યારે બંને એકબીજાને પૂરો સમય આપે છે. સુંદર ક્ષણોની યાદો બનાવે. પરંતુ જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ જવાબદારીઓનો બોજ એટલો વધી જાય છે કે એકબીજા પર સંપૂર્ણ ધ્યાન આપવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત તમારા પાર્ટનરના મનમાં વિચાર આવે છે કે હવે તમે તેને બહુ પ્રેમ નથી કરતા. જેના કારણે ઝઘડા થવા લાગે છે. ઝઘડો થયા પછી માફી માંગવાથી ફરિયાદો સરળતાથી દૂર થઈ જાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે પુરૂષો આગળ જઈને માફી માંગવામાં અચકાય છે. ચાલો જાણીએ કે કયા કારણોસર તમારા પાર્ટનર સોરી નથી કહેતા.
ઘમંડી સ્વભાવ
બની શકે કે તમારા પાર્ટનર જ એવા હોય કે જેમને પોતાની ભૂલો સ્વીકારવાની આદત ન હોય. તેઓને આ વાતનો ઘમંડ હોઈ શકે છે કે તેઓ ક્યારેય ખોટા નથી હોતા. આવા સ્વભાવના લોકોના સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી. પાર્ટનર સાથે જલ્દી જ સંબંધ ખરાબ થવા લાગે છે. તમારા પાર્ટનરની બેજવાબદારીની અસર તમારા રિલેશનશિપ પર ન પડે એટલા માટે તેમને સમજવા અને સમજાવવાનો પ્રયાસ જરૂર કરો.
ખુદને ખોટા ન માનવા
પુરુષો હંમેશા એવું માને છે કે તેઓએ ભૂલો જ કરી નથી, તો પછી તેઓ માફી કેમ માંગે. જો તેઓેએ ભૂલ કરી હશે તો પણ તેઓ જલ્દીથી માફી નહીં માંગે. તેમને એવું લાગે છે કે જો હું અત્યારે માફી માગીશ તો આગળ પણ મારે જ માફી માંગવી પડશે. આવી સ્થિતિમાં તમારે તેમને સુરક્ષિત અહેસાસ કરાવવો જોઈએ અને પુરુષોને પણ તેમની ભૂલ વિશે જાણવું જોઈએ.
ઇનસિક્યોરિટી
ઘણા પુરુષો એવા છે જેઓ ઇનસિક્યોરિટીના ડરથી માફી માંગતા નથી. તેઓને લાગે છે કે માફી માંગવાથી કોઈ નકારાત્મક પરિસ્થિતિ ન આવી જાય. આ ડરને લીધે તેઓ લાગણીઓના ઉથલપાથલમાં ફસાયેલા રહે છે અને માફી માંગવી કે નહીં તે નક્કી કરી શકતા નથી. તેઓ વિચારે છે કે માફી માંગ્યા પછી કદાચ પરિસ્થિતિ તેમના પક્ષમાં નહીં રહે. આ ડરને કારણે તેઓ પોતાના પાર્ટનરને ક્યારે અને કેવી રીતે સોરી કહેવું તે નક્કી નથી કરી શકતા. આવી સ્થિતિમાં પ્રેમથી તેમને તેમની ભૂલનો અહેસાસ કરાવવો જરૂરી છે.
લાગણીઓ વ્યક્ત કરવામાં અસમર્થતા
ઘણા પુરુષોને એવી આદત હોય છે કે તેઓ પોતાની લાગણીઓને બહાર કાઢી શકતા નથી. તેઓ પોતાની લાગણીઓને ખુલ્લેઆમ કોઈની સાથે શેર કરી શકતા નથી. ભલે તેઓ તેમના જીવનસાથી જ કેમ ન હોય. આવી સ્થિતિમાં જો તેઓ જાણતા હોય કે તેઓ ખોટા છે, તો પણ તેઓ માફી નથી માગતા, જ્યારે તેઓ પોતે જ તેમની ભૂલનો અહેસાસ કરે છે. ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે, તેઓ માફી માંગે ત્યારે વાત ઘણી જૂની થઈ ગઈ હોય છે.